________________
૨૦૬
સૂત્રસંવેદના-૪
થાઉં, દેવેન્દ્ર થાઉં, દૈવિક ઋદ્ધિ-સમૃદ્ધિનો સ્વામી થાઉં અથવા મારા સપના પ્રભાવથી આકર્ષાઈ અહીં આવેલા દેવો મારી ભક્તિ-પ્રશંસા કરે, આવી ઇચ્છા રાખવી, તે પરલોક-આશંસા-પ્રયોગ' નામનો બીજો અતિચાર છે..
નીવિડ - જીવવા વિષે. જીવિત-આશંસા-પ્રયોગ : જીવવાની ઈચ્છારૂપ વ્યાપાર. ..
આ વ્રતનો સ્વીકાર કરવાના કારણે લોકો તરફથી માન, સન્માન, સત્કાર ખૂબ થતાં હોય ત્યારે થાય કે આ અવસ્થામાં વધારે જીવવા મળે તો સારું, જેથી કીર્તિ વધારે થાય. આવી ઈચ્છા રાખવી તે “જીવિત-આશંસા-પ્રયોગ' નામનો ત્રીજો અતિચાર છે. મરજી - મરણ વિષે. .. મરણ-આશંસા-પ્રયોગ : મરણની ઈચ્છારૂપ વ્યાપાર.
આ વ્રતનો સ્વીકાર કર્યા પછી દ્રવ્ય-ક્ષેત્રાદિની પ્રતિકૂળતાના કારણે, તથા પૂજા, સત્કાર, સન્માન આદિના અભાવને કારણે એવો વિચાર કરવો કે હવે મારું મરણ જલ્દી થાય તો સારું, એ “મરણ-આશંસા-પ્રયોગ' નામનો ચોથો અતિચાર છે.
આ સાસંતપત્રોને - આશંસા વિષે. કામભોગ-આશંસા-પ્રયોગ : કામભોગની ઈચ્છારૂપ વ્યાપાર.
આ તપના પ્રભાવે મરણ પામ્યા બાદ હું દેવભવમાં કે મનુષ્યભવમાં જ્યાં પણ ઉત્પન્ન થાઉં ત્યાં મને ઈચ્છિત કામભોગની પ્રાપ્તિ થાઓ. આવી ઈચ્છા રાખવી તે કામભોગ-આશંસા-પ્રયોગ” નામનો પાંચમો અતિચાર છે.
આ પાંચ અતિચારો માત્ર “સંલેખનાવત’વિષયક જ નથી, પરંતુ કોઈપણ ધર્માનુષ્ઠાન કરતાં આ પાંચ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની આશંસા દોષરૂપ જ છે; કેમ કે કોઈપણ પ્રકારનો ધર્મ નિરાશસભાવે કરવાનો છે. નિરાશસભાવે કરેલો ધર્મ જ મોક્ષરૂપ ફળ આપે છે. આશંસાપૂર્વક કરેલો ધર્મ કદાચ ભૌતિક સુખ આપે, તો પણ તેનાથી આત્મહિત થતું નથી. ધર્મનું ફળ મોક્ષ છે. ચિંતામણિને આપી જેમ કોઈ ડાહ્યો માણસ બોર જેવાં તુચ્છફળને ખરીદતો નથી, તેમ મોક્ષફળને ત્યજી કોઈ ડાહ્યો માણસ ભૌતિક સુખને ઈચ્છતો નથી.