________________
ઉપસંહારની ધર્મારાધના
૨૪૩
અવતરણિકા :
•
આ પ્રમાણે ચોવીશ જિનને, સર્વ પ્રતિમાઓને અને સર્વ સાધુ ભગવંતોને પ્રણામ કરીને, હવે ભવિષ્ય માટે પણ શુભ ભાવની અભિલાષા વ્યક્ત કરતાં સુશ્રાવક કહે છેગાથા : વિર-સંવિ-પાર્વ-પસફ, મવ-સી-સહ-મve |
चउवीस-जिण-विणिग्गय-कहाइ वोलंतु मे दिअहा ।।४६।। અન્વય સહિત સંસ્કૃત છાયા • રિસ્જિત-પાપ-પ્રશિન્યા, ભવ-શત-સદમથજી |
चतुर्विंशति-जिन-विनिर्गत-कथया' मम दिवसा गच्छन्तु ।।४६।। ગાથાર્થ :
લાંબા કાળથી એકઠાં કરેલાં પાપોનો નાશ કરનારી અને લાખો ભવોનો નાશ કરનારી, ચોવીશ જિનેશ્વરોમાંથી નીકળેલી કથાઓ વડે મારા દિવસો પસાર થાઓ. વિશેષાર્થ :
ગિર-સચિવ-પાવ-પIી - લાંબા કાળથી એકઠાં કરેલાં કર્મોનો નાશ કરનારી.
વિર-વડ એટલે લાંબા કાળથી એકઠાં કરેલાં, એટલે કે અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં એકઠાં કરેલાં. પાવ-પાસળીડું એટલે પાપનો પ્રકૃષ્ટ રીતે નાશ કરનારી. લાંબા કાળથી એકઠાં કરેલાં કર્મ બે પ્રકારનાં હોય છે : પુણ્યકર્મ અને પાપકર્મ. તેમાં પુણ્યકર્મ મોક્ષમાર્ગમાં સહાયક પણ બની શકે છે. માટે અહીં તેના નાશની વાત નથી, પરંતુ જે કર્મ મોક્ષમાર્ગમાં બાધક બને તેવા છે, તેવા તે પાપકર્મનો નાશ કરવાની શક્તિ ચોવીસ જિનની કથાઓમાં રહેલી છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મો મોક્ષમાર્ગમાં બાધક છે. તેમાંય મોહનીયકર્મ તો મહાબાધક છે, આ સિવાયનાં વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ એ અઘાતી કર્યો છે. આ ચાર કર્મો