________________
૨૪૨
સૂત્રસંવેદના-૪
અવતરણિકા :
સમ્યક્ત્વની શુદ્ધિ માટે સર્વ પ્રતિમાઓને વંદન કરી, હવે સંયમપાલનની શક્તિનો સંચય કરવા માટે શ્રાવક સર્વ સાધુ ભગવંતોને વંદના કરે છેગાથા : जावंत' के वि साहू, भरहेरवय-महाविदेहे अ । सव्वेसि तेसिं पणओ, तिविहेण तिदंड-विरयाणं ॥४५॥
અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
भरत-ऐरवत-महाविदेहे च यावन्तः के अपि त्रिदण्ड-विरतेभ्यः સાધવા તેગ્ય: સર્વેશ્ય: ત્રિવિન votતઃ હા
ગાથાર્થ :
- ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં જે કોઈ ત્રણ દંડથી વિરત થયેલા સાધુ
ભગવંતો છે, તે સર્વને હું મન, વચન, કાયાથી પ્રણામ કરું છું. વિશેષાર્થ :
આ ગાથા બોલતાં, ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા, અને ત્રણ દંડથી વિરામ પામેલા સર્વ શ્રમણ ભગવંતોને સ્મૃતિમાં લાવે, તેમના સંયમાદિ ગુણો પ્રત્યે અત્યંત આદર અને બહુમાનનો ભાવ પ્રગટ કરે, અને તેમના ગુણોનું સ્મરણ કરી પોતાનામાં પણ તેવા ગુણો પ્રગટે, તેવી સુંદર ભાવના સાથે તેમને પ્રણામ કરે.
1. આ ગાથાની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સંવેદના ભા. ૨