________________
સૂત્રસંવેદના-૪
આ ગાથા બોલતાં આવા અપ્રશસ્ત યોગથી પણ જે કર્મ બાંધ્યું હોય તેની પણ નિંદા-ગર્હ કરવાની છે.
ર
રામેળ વ નોમેળ વ તું નિવે તં = પરિહામિ - રાગથી અથવા દ્વેષથી (જે કર્મ બંધાયું હોય) તેની હું નિંદા કરું છું, તેની હું ગર્હા કરું છું. હું
રાગ એટલે આસક્તિ અને દ્વેષ એટલે અરુચિ-અણગમો. નિશ્ચયથી ‘સંસારવર્તી કોઈપણ પદાર્થ સારો પણ નથી અને ખરાબ પણ નથી', - આવા પ્રકારના શાસ્ત્રવચનને સમજનાર શ્રાવક સંસારમાં ક્યાંય ખોટા રાગ-દ્વેષ ન થઈ જાય તે માટે સતત સાવધ રહે છે. આમ છતાં બળવાન ચારિત્રમોહનીયકર્મને પરતંત્ર જીવ નિમિત્ત મળતાં રાગમાં રંગાઈ જાય છે, અને દ્વેષને આધીન બને છે. આ કારણે જ નિત નિત નવાં કર્મબંધનોથી બંધાય છે. તેથી આ પદ બોલતાં શ્રાવક વિચારે કે, “અપ્રશસ્ત રાગ-દ્વેષને કારણે થયેલા દોષોની હું નિંદા કરું છું અને ગીતાર્થ ગુરુભગવંત સમક્ષ તેની ગર્હા કરું છું, એટલે તેની આલોચના કરી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરું છું.”
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
“કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ પાંચે ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન હતી. તેના દ્વારા આત્મહિતકર જ્ઞાન મેળવી હું મારું કલ્યાણ કરી શકતો હતો, પરંતુ અનાદિકાલીન અજ્ઞાન અને મોહને આધીન બની મેં તેને ખોટા માર્ગે પ્રવર્તાવી છે. કષાયો અને મન-વચન-કાયાના યોગોનો પણ દુરુપયોગ કર્યો છે. તેનાથી મેં મારી જ્ઞાનશક્તિને કુંઠિત કરી છે, આત્મહિત હણ્યું છે અને સ્વયં જ દુ:ખની ગર્તામાં ગબડયો છું.
અનંતજ્ઞાનશક્તિના ધારક હે પ્રભુ ! આપને પ્રાર્થના કરું છું કે આપ મને આ અજ્ઞાનમાંથી ઉગારો ! રાગાદિની મલિન વૃત્તિથી વારજો ! અને આપના પ્રભાવથી મને મળેલી શક્તિઓને સાચા રાહે વાપરવાની સત્બુદ્ધિ પ્રાપ્ત થજો. જો આવું થશે તો જ મારી નિંદા, ગહીં કે પ્રતિક્રમણ સમ્યગ્ બની શકશે."
જિજ્ઞાસા : ‘નાણમ્મિ' સૂત્રમાં કાલ-વિનય આદિ જ્ઞાનના આચારો વર્ણવ્યા છે. તેનું પરિશીલન કરતાં જણાઈ આવે છે કે આ આચારોનું પાલન ન કરવું તે જ
૩. નિશ્ચયાિિગ્વષ્ટિ યાડનિષ્ટ વા નૈવ વિઘતે 11-રૂ।।
- અધ્યાત્મસાર