________________
સૂત્રસંવેદના-૪
દ્રવ્યોથી વીતરાગની ભક્તિ કરી તે વીતરાગતાની નજીક જવા પ્રયત્ન કરે છે; કેમ કે રાગી પાત્રો સાથે રાગ જોડાય તો સામે તેવો જ પ્રતિભાવ પ્રાપ્ત થતાં રાગ વૃદ્ધિ પામે છે, જ્યારે વીતરાગ વગેરે સાથે રાગ જોડાય તો સામે તેવો વિકૃત ભાવ ન મળવાને કારણે રાગની વૃદ્ધિ થતી નથી. દેવ-ગુરુ પ્રત્યે ઉત્પન્ન કરેલા આવા રાગને પણ તેમના જ ઉપદેશથી તોડી, મુમુક્ષુ નિબંધ અવસ્થાના સુખને માણી શકે છે. આમ, ભયંકર ઝેર જેવા રાગને પણ જો સંસ્કારિત કરીને વાપરવામાં આવે તો તે ભવરોગથી મુક્ત કરનાર ઔષધ બની જાય છે.
રાગની જેમ ક્રોધ પણ ભયંકર છે. અપરાધી ઉપર ક્રોધ થાય તો તે ક્રોધ સ્વપરને નુકસાન કરનાર બને છે. તેના કરતાં જો અપરાધના મૂળ કારણભૂત પોતાનાં કર્મો, દુર્ગુણો અને કુસંસ્કારો ઉપર ક્રોધ કરવામાં આવે, તો ક્રોધનાં કારણો નાબુદ થતાં ક્રોધને કયાંય અવકાશ જ મળતો નથી. ક્યારેક એવું બને કે જવાબદારીના કારણે સામી વ્યક્તિના હિતને લક્ષ્યમાં લઈને કે શાસનની રક્ષા કાજે ક્રોધ કરવો પણ પડે, પરંતુ આવો ક્રોધ કરતાં પહેલાં પણ સામી વ્યક્તિની ભૂમિકાનો વિચાર કરીને, તેની જેટલી ભૂલ હોય, જે પ્રકારે તે સુધરી શકે તેમ જણાતું હોય, તેટલા જે પ્રમાણમાં ઉચિત રીતે ક્રોધ કરાય તો તે ક્રોધ સામી વ્યક્તિને સુધારવામાં નિમિત્ત બને છે, અને તેથી તેને પ્રશસ્ત ક્રોધ કહેવાય છે.
આના બદલે શિષ્યની કે પુત્રની ભુલ જોઈ ઊકળી ઉઠાય, વિવેક વિનાની વાણીનો વરસાદ શરૂ થઈ જાય, જાત પરનો સંયમ ગુમાવી દેવાય, સામી વ્યક્તિના હિતની ભાવનાના બદલે “મારું કેમ માન્યું નહિ ?' આવો માનનો ભાવ આવી જાય, તો સમજવું કે આ કષાય પ્રશસ્ત નથી. ભલે તમે સારા નિમિત્તે કર્યો તો પણ કષાય કરવાની રીત ખોટી હોવાને કારણે, તેમાં વિવેક કે સાવધાની નહીં હોવાને કારણે, તે કષાય પ્રશસ્ત નિમિત્તે કરેલો હોવા છતાં પણ પ્રશસ્ત નથી રહેતો. આ રીતે માનાદિ કષાયોની પ્રશસ્તતા અંગે પણ ચોક્કસ પ્રકારે વિચારવું જોઈએ, નહિ તો કયારેક પ્રશસ્ત જણાતો કષાય અપ્રશસ્ત બની સ્વ-પરના હિતને હાનિ પહોંચાડવાનું કાર્ય કરી બેસે.
જેમ કે સ્કન્દકસૂરિએ પોતાના ૫૦૦ સાધુને ઘાણીમાં પલનાર જૈનધર્મના વેષી એવા પાલક ઉપર ક્રોધ કર્યો, તે ક્રોધ કરવાનું સ્થાન પ્રશસ્ત હતું; પરંતુ, તે પ્રશસ્ત ક્રોધના મૂળમાં અપ્રશસ્ત એવું માન ભળ્યું હતું. ૪૯૯ શિષ્યોને ઘાણીમાં પીલ્યા ત્યાં સુધી સમતાને ધારણ કરનાર સ્કન્દ,સૂરિએ, પાલકે જ્યારે બાળમુનિને પીલવા