________________
૨૩૪
૨૩૪
સૂત્રસંવેદના-૪ *
કુવામંતિિર, વાદી વરે વાઘ - અલ્પકાળમાં દુઃખોનો અંત કરશે.
પૂર્વમાં જણાવ્યું તે રીતે શ્રાવક ભલે ઘણા પાપ રૂપ રજવાળો છે, તો પણ ભાવપૂર્વક કરાયેલી આ ક્રિયામાં એવી તાકાત છે કે તે બે ઘડી જેટલા અલ્પકાળમાં પણ તે સર્વ કર્મનો નાશ કરી શકે છે. કેમ કે રંગ રાગથી ભરેલા સંસારની ક્રિયામાં જેમ કર્મનો બંધ કરાવવાની તાકાત છે, તેમ સંસારની ક્રિયાથી તદ્દન વિરોધી વૈરાગ્ય અને સમતાના ભાવથી ભરેલી પ્રતિક્રમણની ક્રિયામાં બંધાયેલા કર્મના પડલોને ભેદવાની તીવ્ર તાકાત છે.
સામાન્યથી વ્યવહારમાં પણ નિયમ છે કે શરીરાદિમાં ઉદ્ભવતા રોગો કે દોષો જે કારણોથી થાય છે, તેનાથી વિરુદ્ધ ઉપાયોનું સેવન કરવામાં આવે તો તે રોગ કે દોષ શાંત થઈ જાય છે. તે જ રીતે આત્માએ જે પરિણામ અને પ્રવૃત્તિથી કર્મો બાંધ્યાં છે, તેનાથી વિપરીત પરિણામ અને પ્રવૃત્તિ કરવાથી કર્મનાશ પણ થઈ શકે છે. આ જ આવશ્યક તે કર્મનાશ માટે વિપરીત પરિણામ સ્વરૂપ છે. ૧. સામાયિક
જીવ મોટા ભાગનાં કર્મો મમતાના કારણે ઉપાર્જે છે. શરીર, ધન, કુટુંબ, પરિવાર અને પ્રતિષ્ઠાદિની મમતાથી હિંસા, જૂઠ, પ્રપંચ, આદિ પાપપ્રવૃત્તિ કરી જીવ અનંતાં કર્મો બાંધે છે. આ કર્મોનો નાશ મમતાના વિરોધી સમતાના ભાવથી થાય છે. આ સમતાના પરિણામને પ્રગટાવવા આ છ આવશ્યકની ક્રિયામાં સૌ પ્રથમ શ્રાવક સામાયિકની પ્રતિજ્ઞા કરે છે. દુનિયાભરની સાવઘ (પાપવાળી) પ્રવૃત્તિનો ત્યાગ કરી સમભાવમાં રહેવાના યત્નરૂપ આ પ્રતિજ્ઞા છે. આનાથી સાવધ પ્રવૃત્તિના અને મમતાના સંસ્કારો ક્ષીણ થાય છે, પરિણામે મમતાના કારણે બંધાયેલાં કર્મોનો નાશ થાય છે. ૨ – ચઉસિત્યો?
અનાદિકાળથી જીવને દોષવાન જીવો પ્રત્યે જ રાગ, લાગણી કે પક્ષપાત રહ્યો છે. આથી તેમની કથાઓ કરી જીવે ઘણાં કર્મો બાંધ્યા છે. આ કર્મોને તોડવાનો ઉપાય છે ગુણવાનના ગુણોની સ્તવના. અરિહંત ભગવંતો અનંત ગુણોના ભંડાર છે, માટે તેમની સ્તવના કે, કીર્તનરૂપ બીજું “ચઉવિસત્યો' નામનું આવશ્યક છે. આ આવશ્યક દ્વારા ગુણ અને ગુણી પ્રત્યેની પ્રીતિ પ્રગટે છે, તેના કારણે દોષ અને દોષવાનની પ્રીતિથી કે કથાથી બંધાયેલાં કર્મો નાશ પામે છે.