________________
૧૪૮
સૂત્રસંવેદના-૪
પોત્ર - (અપોષણાહ) - નહિ રંધાયેલો આહાર. અગ્નિથી સંસ્કાર નહિ પામેલ ઘઉં આદિ વનસ્પતિનો લોટ અચિત્ત માની વાપરે તો ત્રીજો અતિચાર છે.
અનાજને દળી તેનો લોટ બનાવ્યો હોય તો પણ તે લોટ અમુક સમય સુધી સચિત્ત રહે છે. આ વસ્તુનો ખ્યાલ ન હોય અને હવે તે અચિત્ત થઈ ગયો છે તેમ માની તેને વાપરે તો અતિચાર લાગે છે. જેણે સચિત્તનો ત્યાગ કર્યો હોય તેણે આવી દરેક બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. કુપોાિં માદાને (સુબોધ્યાદી) - અધકચરો રંધાયેલો આહાર.
અધ ભુંજાયેલા પોંક, ચણા તથા મગફળી વગેરેને આ અચિત્ત છે એમ માનીને વાપરવાં તે ચોથો અતિચાર છે.
તુચ્છ સહિ-માયા - જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું ઘણું હોય તેવી તુચ્છ ઔષધિ આદિના ભક્ષણથી.
સીતાફળ વગેરે તુચ્છ ફળોનું અથવા મગ, ચોળી વગેરેની કોમળ શીંગોનું ભક્ષણ કરવાથી આ અતિચાર લાગે છે. આવી વનસ્પતિઓને અચિત્ત કરીને વાપરે તો પણ દોષ લાગે છે. તુચ્છ ફળોમાં ખાવાનું ઓછું છે અને કોમળ શીંગો વગેરેમાં માત્ર જીભનો સ્વાદ પોષાય છે, માટે અચિત્તભોજીએ આવી વસ્તુ પણ છોડી દેવી જોઈએ. આમ છતાં, મારે તો સચિત્તનો ત્યાગ છે, અચિત્તની છૂટ છે, માની વપરાઈ ગઈ હોય તો વ્રતભંગ નથી, પરંતુ આસક્તિ ઘટાડવાનું વ્રતનું મૂળ ધ્યેય જળવાતું નથી, માટે દોષ-અતિચાર તો જરૂર લાગે છે.
ભોગ્ય ચીજોને આશ્રયી આ પાંચ અતિચાર જણાવ્યા. તે જ રીતે વસ્ત્ર, અલંકાર આદિ ઉપભોગની ચીજોમાં પણ મર્યાદા બાંધી શ્રાવકે તેમાં પણ અતિચાર ન લાગે તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
દિશમે સ સā - દિવસ સંબંધી સર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું.
શ્રાવક જેનો ત્યાગ કરે છે, તે સચિત્ત વસ્તુમાત્રને ધ્યાનમાં રાખીને આ ગાથામાં અતિચારો જણાવ્યા છે; પરંતુ તેના ઉપલક્ષણથી અન્ય પણ જે વસ્તુનો શ્રાવકે ત્યાગ કર્યો હોય અથવા જેમાં પ્રમાણ નિયત કર્યું હોય તેવી સર્વ વસ્તુઓ સંબંધી અતિચારો યથાસંભવ વિચારી લેવા. જેમ કે માંસ, મદિરા, મધ આદિ વસ્તુઓનો