________________
સૂત્રસંવેદના-૪
આ વ્રત પ્રથમ વ્રતની વાડ જેવું છે. વાડથી જેમ પાકની સુરક્ષા છે, તેમ ખોટું ન બોલવાથી પોતાના તથા અન્યના દ્રવ્ય કે ભાવ પ્રાણોની સુરક્ષા થાય છે, અને ખોટું બોલવાથી અન્યને તો પીડા થાય છે સાથે પોતાને પણ પીડા થાય છે. વ્રતધારીની ભાષા
આ કારણથી ‘સર્વથા મૃષાવાદવિરમણ' વ્રતનો જેમણે સ્વીકાર કર્યો છે તેવાં શ્રમણ-શ્રમણી ભગવંતો અનાવશ્યક એક શબ્દ પણ બોલતાં નથી. જરૂર પડે ત્યારે પણ ભગવાનની આજ્ઞાનો વિચાર કરી હિત” એટલે પોતાનું અને અન્યનું ભલું થાય તેવી, “મિત” એટલે ઓછામાં ઓછા શબ્દોમાં ભાવ વ્યક્ત કરે તેવી, અને મધુર' એટલે સાંભળતાં જ સામી વ્યક્તિને ગમી જાય તેવી મીઠી, અને ઉત્તમ પુરુષોને છાજે તેવી ભાષા વિચારીને મુનિઓ બોલે છે. આ પ્રકારે બોલતાં પણ ક્યાંય માનાદિ કષાયનો ભાવ ન સ્પર્શી જાય તેનો પૂરો ખ્યાલ રાખે. વળી જે વાતનો પૂર્ણ બોધ હોય તે વાત પણ પૂર્વાપરનો અર્થાત્ આગળ પાછળનો વિચાર કરી, તેમાં કોઈ શંકા ન રહે તેવી રીતે વ્યક્ત કરે છે. .
શ્રાવકને આવા પ્રકારની ઉત્તમ ભાષાનું જ્ઞાન હોય છે. વળી તેવી ભાષા પ્રત્યે તેને આદર બહુમાન હોય છે. આથી તેની પણ એ જ અભિલાષા હોય છે કે “હું જે કાંઈ બોલું તે મારા અને અન્ય સર્વના હિત માટે જ હોય', વાણી વિષયક આવી ઉત્તમ ભાવના હોવા છતાં સંસારમાં આ રીતે વાણીનો વ્યવહાર કરવાથી શ્રાવકને વ્યવસાય આદિ અનેક કાર્યોમાં બાધ આવે તેમ હોય, વળી પોતાનું એવું સત્ત્વ ન હોય કે સંસારનો ત્યાગ કરી મુનિ જેવી જ ભાષા બોલવાની પ્રતિજ્ઞા કરી શકે. આથી સર્વથામૃષાવાદવિરમણવ્રતને લક્ષ્ય બનાવી, તેના માટેના સત્ત્વને પ્રગટાવવા શ્રાવક સ્કૂલથી મૃષાવાદવિરમણવ્રતનો સ્વીકાર કરે છે.
4. હિત મિત મધુર અતુચ્છતા, ગર્વરહિત મિત વાચ;
પૂર્વાપર અવિરોધી પદ, વાણી વદે મુનિ સાચ. - પદ્મવિજયકૃત ભાષાસમિતિની સઝાય महुरं निउणं थोवं, कज्जावडियं अगब्वियमतुच्छां पुदि मइसंकलियं, भणंति जं धम्मसंजुत्तं ।।८।।
-ઉપદેશમાળા