________________
૧૬૪
સૂત્રસંવેદના-૪
૩વટ્ટી - ઉદ્વર્તન
શરીરનો મેલ દૂર કરવા, પીઠી વગેરે પદાર્થો ચોપડ્યા પછી જે મેલ નીકળે તેને ઉદ્વર્તન કહેવાય છે. આ મેલને ગમે ત્યાં ફેંકવામાં આવે તો તેમાં અંતર્મુહૂર્ત પછી. સમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ ઉપરાંત બીજી પણ અનેક પ્રકારની જીવાત્પત્તિ થાય છે, જે હિંસામાં પરિણામ પામે છે. તે તથા ફેશિયલ, જીવસંસક્ત કે સચિત્ત વસ્તુઓ શરીરે ચોળી કે ચોળાવી શરીરનો મેલ ઉતારવો તે ઉદ્વર્તન છે. મેનીક્યોર, પેડિક્યોર આદિની હિંસા એ નિષ્ઠયોજન હિંસા છે. વન - વર્ણક વિશિષ્ટ પ્રયોજન વિના તથા અયતનાથી શરીરને શોભાવવા મહેંદી મૂકવી, ગાલ વગેરે ઉપર કસ્તૂરી આદિથી શોભા કરવી, દાંત રંગવા, વાળ રંગવા, મુખ રંગાવવું, આંખ-વાળના રંગ બદલવા, તે સર્વ અનર્થરૂપ છે. વિસ્કેવળ - વિલેપન
ચંદન વગેરેનું વિલેપન જયણાનું પાલન કર્યા વગર કરવું. ફેસ પેક, હર્બલ પેક, ઓઈલ મસાજં આદિ સર્વે વિલેપન કહેવાય. આવા વિલેપનમાં અજયણાથી કે બિનજરૂરી થતી હિંસા તે અનર્થદંડ છે.'
વૈરાગ્યભાવને વરેલો શ્રાવક શક્ય પ્રયત્ન નિરર્થક સ્નાન, ઉદ્વર્તન આદિ કરતો નથી, પરંતુ હજુ તે શરીરના મોહને સર્વથા ત્યજી શક્યો નથી. આ કારણે અમુક સંયોગોમાં તેને નાનાદિ કરવાં પડે છે. સ્નાનાદિ કરતાં નાહક જીવહિંસા ન થઈ જાય તેની તે કાળજી રાખે છે, આમ છતાં પ્રમાદાદિ દોષના કારણે જેટલી અયતના થાય છે તેટલું આ વ્રત દૂષિત થાય છે. સ૬ - શબ્દ
ખાસ કોઈ પ્રયોજન વિના બોલવું કે અનર્થકારી શબ્દપ્રયોગ કરવો. જેમ કેબૂમો પાડવી, સંગીતમાં લુબ્ધ થવું, ફટાણાં ગાવાં, ઘોંઘાટ કરવો, નિંદા કરવી તથા વહેલી સવારના કે રાત્રિના સમયે મોટેથી બોલવું કે જેના કારણે જીવજંતુ અને જનસમુદાય જાગીને પાપકાર્યનો પ્રારંભ કરે; આ સર્વ પ્રવૃત્તિઓ અનર્થદંડ છે, કેમ કે, આમાં થતી હિંસામાં આપણા શબ્દો નિમિત્ત બને છે.
- રૂપ દેહના રૂપ અને રંગ અનિત્ય છે, અસ્થિર છે. ગમે તેટલું સાચવેલું શરીર પણ