________________
આઠમું વ્રત
ગાથાર્થ :
સ્નાન, ઉર્તન, વર્ણક (ગાલ વગેરે ઉપર કસ્તૂરી આદિથી શોભા કરવી.) વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન અને આભરણ એ સર્વના માધ્યમથી જે પ્રમાદાચરણ સેવ્યું હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.
વિશેષાર્થ :
૪. પ્રમાદાચરણ
શ્રાવકજીવન એ પણ એક પ્રકારની સાધનાનું જીવન છે. આ જીવનની સાધના કરતાં શ્રાવકે જેમ નિરર્થક હિંસાદિ પાપો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે, તેમ સાધનામય જીવનમાં ક્યાંય મહાશત્રુભૂત પ્રમાદ પોષાઈ ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આથી પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં શ્રાવકે જાગૃત રહેવાનું છે અને જીવદયાનો ભાવ અને પ્રયત્ન જારી રાખવાનો છે. જ્યારે પ્રમાદને આધીન થઈ આ પ્રયત્નથી ચૂકી જવાય છે ત્યારે આ વ્રત દૂષિત થાય છે. પ્રમાદને આધીન થઈ સેવાતાં કેટલાંક સ્થાનો હવે બતાવે છે—–
6.
-
पहाण
સ્નાન
પરમાત્માની પૂજા માટે શાસ્ત્રમાં બતાવેલી વિધિ અનુસાર ગાળેલા પરિમિત જળ દ્વારા સ્નાન કરવાથી આ વ્રતનેં બાધ નથી આવતો, પરંતુ શરીર પ્રત્યેની આસક્તિથી, અપરિમિત જળથી અને ત્રસ જીવથી યુક્ત સ્થાનોમાં સ્નાન કરવાથી તથા વારંવાર સ્નાન કરવાથી આ વ્રત દૂષિત થાય છે. શાવર, બાથટબ, સ્વીમીંગ, વોટરપાર્ક, વોટર ફાઈટ્સ, વોટર રાઈડ્સ, વોટર ફોલ્સ, સૉના બાથ, સ્ટીમ બાથ, જાકુઝી, રાફ્ટીંગ, જળાશયો આદિ સ્થાનો પર થતી હિંસા તે નિષ્પ્રયોજન હિંસા છે. માટે ‘અનર્થદંડવિરમણવ્રત' પાળતા શ્રાવકે આ સર્વેનો ત્યાગ કરવો જોઈએ.
૧૬૩
શ્રાદ્ધવિધિ પ્રકરણમાં સ્નાનની વિધિ આ પ્રમાણે બતાવી છે -
स्नानमप्युत्तिंगपनककुंथ्वाद्यसंसक्तवैषम्यशुषिराद्यदूषित भूभागे । परिमितवस्त्रपूतजलेन संपातिमसत्त्वरक्षणादियतनया कुर्यात् ।।
અર્થ : સ્વયં પ્રવર્તેલા ગૃહસ્થે) સ્નાન પણ કીડીનાં નગરાં, લીલ અને કુંથુઆ આદિથી અસંસક્ત, વિષમતા અને પોલાણ આદિથી દૂષિત ન હોય તેવી ભૂમિ પર, પરિમિત ગાળેલા પાણી વડે, સંપાતિમ જીવોની રક્ષા આદિ યતનાપૂર્વક કરવું જોઈએ.
-
· ગાથા પની ટીકા