________________
આઠમું વ્રત
ક્યારે બીમારીઓથી ઘેરાઈ જાય અને સુંદર રૂપ કુરૂપ બની જાય, તે જાણી શકાતું નથી. આથી આવા રૂપને સાચવવા-સંભાળવાની પાછળ સમય અને શક્તિનો વ્યય કરવો તે નિરર્થક છે, માટે તે અનર્થદંડરૂપ છે.
પોતાનું રૂપ જેમ આસક્તિ ઊભી કરે છે, તે જ રીતે અન્યના રૂપનું દર્શન પણ મનને વિકૃત કરે છે, રાગાદિ ભાવો જન્માવે છે અને આત્માને કર્મથી બંધાવે છે. આથી સ્ત્રી, પુરુષ, પક્ષી, વૃક્ષ, મહેલ, બંગલા, ઐતિહાસિક સ્થળો, બાંધણી, કોતરણી, બાગ, બગીચા, ગાડી કે કોઈ પણ પ્રકારની સામગ્રીના રૂપને કોઈ પ્રયોજન વિના જોવું, રૂપ અંગે વિચારો કરવા, તેનું વર્ણન ક૨વું કે બિનજરૂરી તે માટેનો યત્ન કરવો, આ સર્વ અનર્થદંડરૂપ છે.
૧૬૫
रस સ્વાદ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થના કારણભૂત શરીરને ટકાવવા શુદ્ધ અને સાત્ત્વિક આહારની જરૂ૨ પડે છે; પરંતુ તે આહાર રસપ્રચુર જ જોઈએ, સ્વાદિષ્ટ જ જોઈએ, તેવો નિયમ નથી. આમ છતાં રસનાની (જીભની) આસક્તિના કારણે શરીરની પણ દરકાર કર્યા વિના સ્વાદિષ્ટ ભોજનો કે પીણાંઓ પોતે લેવાં કે બીજાને આપવાં - આ ‘અનર્થદંડરૂપ' છે. આજનાં જમણો, તેમાં વપરાતા મસાલાઓ, અનેક પ્રકારની ચટણીઓ, રાયતાંઓ, પીણાંઓ વિવિધ પ્રકારનાં અથાણાંઓ, વધુ પડતાં ફરસાણો અને હોટલના ખોરાકો જીભની લોલુપતાને પોષે છે અને રાગાદિ વિકારોથી આત્માને દૂષિત કરે છે. આથી પાપભીરુ શ્રાવકે આ વ્રત સ્વીકારી સત્વરે તેનો ત્યાગ કરવો જોઈએ.
નથે – ગંધ
-
સુગંધિત દ્રવ્યો, પુષ્પ, સેન્ટ, ડિઑડરન્ટ, રૂમ ફ્રેશનર, અત્તર વગેરેમાં આસક્તિ રાખવી અને બીજાને તેના પ્રત્યે આકર્ષવા તે પણ અનર્થદંડ છે. જિનભક્તિ મહોત્સવ આદિ કોઈ વિશેષ પ્રસંગોને છોડી શ્રાવકે તેનો ત્યાગ કરવો જોઈએ. આ રીતે વિòવળ શબ્દ સુધી સ્પર્શેન્દ્રિયના વિષયનો તથા પછીના ચાર શબ્દો દ્વારા બાકીની ચાર ઇન્દ્રિયના વિષયોના ઉપભોગરૂપ પ્રમાદાચરણના અતિચારો દર્શાવ્યા છે.
-
वत्थ
વસ્ત્ર
મર્યાદા સાચવવા માટે પોતાના કુળ અને વૈભવને અનુરૂપ વસ્ત્રપરિધાન શ્રાવક માટે યોગ્ય છે; પરંતુ કોઈના મનને આર્કર્ષવા, દુનિયામાં સારા દેખાવા અને