________________
૧૬૬
સૂત્રસંવેદના-૪ *
પોતાની આસક્તિને પોષવા ભભકાદાર, મર્યાદાવિહીન, ઉદ્ભટ વસ્ત્રો પરિધાન કરવાં તે અનર્થદંડ છે. આ રીતે, આ વ્રતમાં પાંચ ઇન્દ્રિયોના વિષયોનો જે નિમ્પ્રયોજન અને અજયણાથી થતો ભોગ છે, તેને અતિચારરૂપે સમજી લેવો.
માસ - આસન ઘરમાં વપરાતું ફર્નીચર કે રાચરચીલું જેમ કે ખુરશી, ટેબલ, સોફા, ક્યુરીઓ કે અન્ય સજાવટની સામગ્રી પણ વધુ પડતી રાખવી તે પણ અનર્થદંડ છે.
સમર - અલંકારો
શરીરની શોભા માટે વધુ પડતા અને ઉદ્ભટ અલંકારો રાખવા, તેને વારંવાર જોઈ આનંદ અનુભવવો, તેની પ્રશંસા કરવી, તેનું અભિમાન કરવું આ બધું પણ બિનજરૂરી હોવાથી અનર્થદંડરૂપ છે.
આ ઉપરાંત જીવજંતુ છે કે નહીં તેની તપાસ કર્યા વગર ઈન્ધન, ધાન્ય, જળ આદિ વાપરવાં કે કુતુહુલથી સંગીત શ્રવણ ક્રવું, નાચ, સરકસાદિ જોવા, કામશાસ્ત્ર ભણવું, તેમાં કહેલી ચેષ્ટાઓનું પરિશીલન કરવું, આસક્તિ કરવી, જુગાર-સુરાપાન શિકાર-ચોરી વગેરે પાપ વ્યસનો સેવવાં, જળક્રિડા કરવી, વૃક્ષના હિંચકાથી હિંચવું, પુષ્પાદિ તોડવાં, યુદ્ધ જોવા, શત્રુના સંતાનો સાથે વૈર રાખવું; રાજાની, રાજ્યની, ભોજનની કે સ્ત્રીઓની વાતો કરવી, અતિ નિદ્રા કરવી નાટક, ખેલ-કૂદ (sports), સીનેમા, ટી.વી. ડાન્સ-શો વગેરે જોવા, ઇન્ટરનેટ પર બિનજરૂરી સર્ફીંગ કરવું વગેરે પણ પ્રમાાચરણ છે, તથા હાંસી અને વાચાલતાદિ પણ અનર્થદંડ છે.
ક્રિશ્ચને રેસિ સā - (તવિષયક) દિવસ દરમ્યાન (જે કોઈ અતિચાર લાગ્યો હોય) તે સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું.
સ્નાન, સુખ-સગવડનાં સાધનો, રૂપશૃંગારનાં સાધનો વગેરેનું આસક્તિના કારણે નિષ્ઠયોજન સેવન કર્યું હોય, અથવા જરૂરી હોય તો પણ જયણા રાખ્યા વિના સેવન કર્યું હોય, તો આવું આચરણ વ્રતને મલિન કરનાર બને છે. દિવસ દરમ્યાન આવું કોઈ પણ આચરણ થયું હોય તો તેનાથી હું પાછો વળું છું અને અપ્રમત્તભાવે પુનઃ વ્રત-મર્યાદામાં સ્થિર થવા યત્ન કરું છું.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે છે કે“શરીર એ અશુચિનું ઘર છે. સ્નાન કે શણગારથી તે ક્યારેય પવિત્ર થઈ શકતું