________________
૨૧૪
સૂત્રસંવેદના-૪
“આ સંજ્ઞાઓના કારણે હું અનંતકાળથી આ સંસારમાં રખડું છું, અને વિવિધ પ્રકારનાં દુઃખોનું ભાજન બન્યો છું. વર્તમાનમાં પણ અનેક પ્રકારની કંદર્થના મને પ્રાપ્ત થઈ છે, તેનું મૂળ કારણ આ સંજ્ઞાઓ છે. માટે સંજ્ઞાના સ્વરૂપને સુગુરુ પાસે સમજી મારે તેનો ત્યાગ કરવો જોઈએ, અને તેના ત્યાગ માટે મારે દાન, શીલ, તપ અને ભાવ ધર્મનું આચરણ કરવું જોઈએ. . દાનાદિ ધર્મનું પાલન પણ મારી ઇચ્છાનુસાર નહિ, પરંતુ શાસ્ત્રમાં જે રીતે કરવાનું કહ્યું છે તેનું જ્ઞાન મેળવી તે રીતે કરવું જોઈએ, તો જ આ સંજ્ઞાના સંસ્કારો ધીમે ધીમે અલ્પ-અલ્પતર થતાં ક્યારેક નાશ પામી શકે.”
શ્રાવકજીવન સ્વીકાર્યા બાદ શ્રાવક જો સંજ્ઞાને સમજે નહિ, સમજીને આ સંજ્ઞાઓને અલ્પ કરવા દાનાદિ ધર્મનું આસેવન ન કરે, પરંતુ માત્ર કીર્તિ આદિની કામનાથી કે ગતાનુગતિક રીતે દાનાદિ કરે, તો તે સર્વ ક્રિયા તેના માટે દોષરૂપ છે. દિવસ દરમ્યાન થયેલા આવા દોષોને સ્મરણપથમાં લાવી દુઃખાદ્ધ હૃદયે શ્રાવક તેની નિંદા કરે છે. વસાવે - ચાર પ્રકારના કષાયોના વિષયમાં.
ક્રોધ, માન, માયા અને લોભ: આ ચાર કષાયો સંસારરૂપી વૃક્ષનું બીજ છે; અનેક પ્રકારનાં દુ:ખોનું કારણ છે. જીવનમાં અશાંતિ અને અસમાધિને પ્રગટાવનાર છે, સર્વ પ્રકારના ક્લેશ, સંક્લેશ અને કંકાસનું ઉદ્ભવસ્થાન છે. માટે શ્રાવકે હંમેશાં આ કષાયોના સ્વરૂપને ઓળખી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. તે માટે નિત્ય જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ, શાસ્ત્રવચનથી હૃદયને ભાવિત કરવું જોઈએ, અને દેવ-ગુરુની ભક્તિ દ્વારા તેમની કૃપાનું પાત્ર બની, આ કષાયોને અંકુશમાં લાવવા સતત યત્ન કરવો જોઈએ. જ્યાં સુધી આ કષાયો અંકુશમાં ન આવે ત્યાં સુધી વિવેકપૂર્વક તેને સુયોગ્ય સ્થાનમાં જોડવા જોઈએ. જો આ રીતે કષાયોને અંકુશમાં લાવવા યત્ન ન કરાય તો શ્રાવકજીવન દોષપ્રચુર બને છે. માટે દિવસ દરમ્યાન કષાયોને આધીન થઈ જે પ્રવૃત્તિ કરી હોય, અને કષાયોને કાઢવાનો કોઈ યત્ન ન કર્યો હોય, તો તેની આ પદથી નિંદા કરવાની છે. વંદે - મન, વચન, કાયારૂપ ત્રણ દંડને વિષે.
જીવને મહાપુણ્યના ઉદયથી મન, વચન અને કાયાની શક્તિ પ્રાપ્ત થાય છે, 4. : સંસાર : તો સ્ત્રાપો વેચ્ચસ્તે પાયાઃ શોધા - અર્થદીપિકા
કષાયોના તથા સમિતિ-ગુપ્તિના વિશેષ સ્વરૂપ માટે જુઓ “સૂત્ર સંવેદના ભાગ-૧, સૂત્ર-૨'