________________
સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ
રવેસુ - રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ : આ ત્રણ પ્રકારના ગારવ કે આઠ પ્રકારના મદના વિષયમાં.
૨૧૩
-
ગા૨વનો અર્થ છે વૃદ્ધિ કે આસક્તિ, અથવા ગારવનો અર્થ ગુરુતા=મોટાઈ છે. ઈષ્ટ ભોજન પ્રત્યેની આસક્તિ તે રસગારવ છે, ધન, કુટુંબ કે વૈભવ વગેરેની આસક્તિ તે ઋદ્ધિગારવ છે અને કોમળ શય્યા, કોમળ વસ્ત્ર કે પાંચે ઈન્દ્રિયોને અનુકૂળ સામગ્રી પ્રત્યેની આસક્તિ તે શાતાગારવ છે; અને ‘મારી પાસે બીજા કરતાં ચઢિયાતા જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, શ્રુત અને તપ છે, માટે હું કાંઈક છું’- આવા પ્રકારનું જે માન, તે આઠ પ્રકારના મદ છે. ગારવ કે મદ, બન્ને શ્રાવક માટે ત્યજવા યોગ્ય છે. મદ અને ગા૨વનો ત્યાગ કરવા માટે શ્રાવકે હંમેશાં વિચારવું જોઈએ કે – “માન અને આસક્તિ તે મારો સ્વભાવ નથી, કર્મ અને કુસંસ્કારને કા૨ણે પ્રગટેલો એક પ્રકારનો વિકાર છે. આને આધીન થવાથી મારા આત્માનું અહિત થવાનું છે અને કર્મબંધ દ્વારા ભવની પરંપરા વધવાની છે.” આવું વિચારી શ્રાવકે માન અને ગારવના સંસ્કારોને નષ્ટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયત્ન ન કરે એટલે કે કુસંસ્કારોને કારણે નિમિત્ત મળે ત્યારે પ્રગટતા આવા માનાદિ ભાવોને નાથવા શુભભાવનો સહારો ન લે, તો શ્રાવકજીવન માટે દોષરૂપ છે; કેમ કે શ્રાવકજીવન પણ એક પ્રકારે સાધનાનું જીવન છે. સાધના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી માનના કે મદના; આસક્તિના કે અનુકૂળાના ભાવો યોગ્ય નથી. માટે દિવસ દરમ્યાન થયેલા આ દોષોને યાદ કરી તેની નિંદા આ પદ દ્વા૨ા ક૨વાની છે.
सण्णा' - ચાર પ્રકારની સંજ્ઞા
મોહનીયાદિ કર્મના ઉદયથી જીવને આહારાદિ મેળવવાની ઇચ્છા થાય છે, આહાર આદિ મળતાં આનંદ થાય છે અને આહારાદિને ભોગવ્યા પછી પુનઃ પુનઃ મેળવવાની ઇચ્છા રહે છે. આવા પ્રકારના પરિણામને આહા૨સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞાને તોડવા શ્રાવક વિચારે કે,
2. गौरवाणि जात्यादिमदस्थानानि तानि प्रतीतानि, ऋद्धादीनि वा
- અર્થદીપિકા
3. સંજ્ઞા : - અશાતાવેનીય - મોદનીયોઁય - સમ્પાદ્યા આહારમિાષાવિરૂપા: ચેતનાવિશેષઃ । - (સમવાયાંગ - ટીકા સૂ. ૪) મોહનીયાદિ કર્મના ઉદયથી પ્રાપ્ત થતી આહારાદિની અભિલાષાવાળી વિશિષ્ટ ચેતના તે સંજ્ઞા છે.