________________
૨૧૯
-
સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ
અવતરણિકા :
સમ્યગ્દષ્ટિ જીવને અલ્પ કર્મબંધ થાય છે તે વાત સાચી, પરંતુ તે અલ્પ કર્મબંધ પણ મોક્ષમાર્ગમાં તો વિઘ્નકર્તા છે જ. આથી તેનો નાશ શ્રાવક કઈ રીતે કરે છે? તે એક દૃષ્ટાંત દ્વારા જણાવતાં કહે છે – ગાથા:
तं पि हु सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिप्पं उवसामेई, वाहि व्व सुसिक्खिओ. विज्जो ।।३७।। અન્વય સહિત સંસ્કૃત છાયા ?
सुशिक्षित वैद्य इव व्याधिं क्षिप्रम् उपशमयति । तदपि खलु सप्रतिक्रमणं, सपरितापं सोत्तरगुणं च ।।३७।। ગાથાર્થ :
જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને (વમન, જુલાબ, લાંઘણ આદિથી) શીધ્ર ઉપશમાવે છે, તેમ શ્રાવક પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને ઉત્તરગુણ સમાન ઉપચારો દ્વારા તે અલ્પ પણ પાપને શીધ્ર ઉપશમાવે છે. વિશેષાર્થ :
તે પિદુ પડિ સરિઝાવં સત્તરપુvi ૨ - તે અલ્પ પણ પાપને પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને ઉત્તરગુણરૂપ (ઉપચારો દ્વારા શીવ્ર ઉપશમાવે છે).
શ્રાવકને અનિવાર્યપણે જે હિંસાદિ પાપો કરવાં પડે છે, તેમાં ક્યાંક કાષાયિક ભાવો પણ ભળે છે, તેના કારણે શ્રાવકને અલ્પ કર્મનો બંધ થાય છે. આ કર્મબંધ શ્રાવકને શલ્યની જેમ ખૂંચે છે. તેને કાઢવા તે અરિહંત ભગવંતે પ્રરૂપેલી પ્રતિક્રમણની ક્રિયા કરે છે.
આ ક્રિયા પણ તે સંમૂર્છાિમની જેમ કે પોપટપાઠની જેમ કરતો નથી, પરંતુ ક્રિયામાં આવતા પ્રત્યેક શબ્દમાં મનને સ્થિર કરીને, તેના અર્થની વિચારણા કરે છે, હૃદયને તે અર્થના ભાવો સાથે ભેળવી આત્મનિરીક્ષણ કરે છે, કયા સંયોગોમાં