________________
૪૨.
સૂત્રસંવેદના-૪
નવ નોકષાય. આ ચૌદે ભાવો સ્વયં જ પરિગ્રહ સ્વરૂપ છે; કેમ કે તે પરભાવ સ્વરૂપ છે, અને પરભાવનો સંગ્રહ કરવો એ જ પરિગ્રહ છે. વળી આ પરભાવ જ કર્મનો સંગ્રહ કરાવી આત્માને બાંધે છે. અત્યંતર પરિગ્રહરૂપ આ તમામ ભાવો જીવને બાહ્ય પદાર્થો તરફ આકર્ષે છે, અને તેમાં સુખ છે તેવો ભ્રમ ઉત્પન્ન કરાવે છે. આ ભ્રમના કારણે જ જીવ બાહ્ય પદાર્થોનો સંગ્રહ કરે છે. આથી અંતરંગ પરિગ્રહ, બાહ્ય પરિગ્રહનો હેતુ બને છે.
તત્ત્વદૃષ્ટિથી જોઈએ તો સમજાય તેવું છે કે, બાહ્ય પદાર્થો કદી જીવને સુખ કે દુઃખ આપી શકતા નથી, જીવ કદી તેનાથી શાંતિ કે સમાધિ પામી શકતો નથી અને તે પદાર્થોના સંગ્રહથી જીવ નિર્ભયપણે જીવી શકતો પણ નથી. આમ છતાં તાત્ત્વિક રીતે વસ્તુના સત્ય સ્વરૂપને નહિ સમજવાને કારણે જગતના જીવો માને છે કે “ધન-સંપત્તિ વગેરે હશે તો હું શારીરિક કે વ્યવહારિક કોઈપણ તકલીફમાંથી બચી શકીશ, સુખનાં અનેક સાધનો મેળવી મજા માણી શકીશ. વળી, જેમ જેમ ધન-સંપત્તિ વધુ હશે તેમ તેમ દુનિયામાં માન-પ્રતિષ્ઠા મેળવી હું મોટા હોદ્દાને ભોગવી શકીશ, પુત્ર-પરિવાર-પૈસો હશે તો ભવિષ્યમાં પણ મારી સર્વ સુવિધાઓ જળવાઈ રહેશે.” - આમ માનીને ધન, ધાન્ય, દાસ, દાસી આદિ અનેક વસ્તુઓનો સંગ્રહ કરે છે, અને આ વસ્તુઓના સંગ્રહ માટે જ જીવ હિંસા, જૂઠ, ચોરી આદિ અનેક પાપ કરી નરકાદિ દુર્ગતિનું ભાન બને છે. આથી જ સર્વ પાપનું, સર્વ દોષનું મૂળ બાહ્ય અને અત્યંતર પરિગ્રહ છે, તેમ કહ્યું છે.
સાવને વહુવિદ ૩ કારમે - પાપમય ઘણા પ્રકારના આરંભને વિષે
સાવદ્ય' શબ્દનો અર્થ છે પાપયુક્ત પ્રવૃત્તિ અથવા નિંદનીય પ્રવૃત્તિ; અને આરંભ' શબ્દનો સામાન્ય અર્થ છે કાર્યની શરૂઆત, પરંતુ તેનો શાસ્ત્રીય અર્થ થાય છે, “કોઈપણ હિંસક પ્રવૃત્તિ.”
ધર્મગ્રન્થોમાં “આરંભ' શબ્દ “સંરંભ” અને “સમારંભ” એ બે શબ્દો સાથે સંકળાયેલો જોવા મળે છે. તેમાં “સંરંભ એટલે આરંભ કરતાં પૂર્વે હિંસાદિ પાપ અંગેની માનસિક સંકલ્પ. “સમારંભ એટલે આ સંકલ્પને પૂર્ણ કરવા પૂર્વ તૈયારી 1. संरम्भः प्राणिवधादिसङ्कल्पः, समारम्भः परितापनादि, आरम्भः प्राणिप्राणापहारः तथा चोक्तम् - संकप्पो संरंभो परितावकरो भवे समारम्भो । आरंभो उद्दवओ सव्वनयाणं विसुद्धाणं ।।२।। सावधे सपापे, सहावद्येन पापेन यः स सावद्यः
-સારવૃત્તિ સાવદ્ય - શબ્દની વિશેષ સમજૂતી સૂત્રસંવેદના ભાગ-૧' ‘કરેમિ ભંતે સૂત્રમાંથી જોવી.