________________
૨૪૫
ઉપસંહારની ધર્મારાધના
આવેલા મરણાંત ઉપસર્ગો અને પરિષહો વચ્ચે તેમણે રાખેલી મનની સમતુલા : આ દરેકની કથા સાંભળવામાં કે કરવામાં, આપણને જીવન જીવવાની એક નવી જ દિશા મળે છે, દોષોને દૂર કરવાનું અને ગુણના માર્ગે આગળ વધવાનું સુંદર માર્ગદર્શન મળે છે.
ચોવીશ જિનોના ગુણોનું સ્મરણ, એકાગ્ર ચિત્તે કરેલો તેમના નામનો જાપ, તેમનું ધ્યાન, પૂર્વ-સંચિત અનંતા કર્મોનો ભૂક્કો બોલાવી દે છે. વળી ભવભ્રમણના કારણભૂત અશુભ કર્મોના અનુબંધો પણ તોડી નાંખે છે. આથી ચોવીશ જિનની કથાઓ ઘણા ભવોથી ભેગાં કરેલાં કર્મોનો નાશ કરનારી તથા લાખો ભવોનું મથન કરનારી કહેવાય છે.
ચોવીશ જિન વિનિર્ગત (ચોવીશ જિનમાંથી નીકળેલી) કથાનો અર્થ જેમ ચોવીશ જિનનાં ચરિત્રો કે નામોચ્ચાર વગેરે થાય છે, તેમ વિનિર્ગત કથાનો અર્થ ચોવીશ જિનના મુખકમળમાંથી નીકળેલી વાણી પણ થઈ શકે છે. આ વાણીનો સંગ્રહ તે જ શાસ્ત્ર છે. ભગવાનના વચનરૂપ મોતી વેરાઈ ન જાય, તે માટે ગણધર ભગવંતોએ, અને ત્યાર પછી થયેલ અનેક સાધુ ભગવંતોએ તે વચનોને શાસ્ત્રરૂપ દોરામાં નિબદ્ધ કર્યાં છે - બાંધ્યાં છે.
·
શાસ્ત્રના એક-એક વચનમાં રાગાદિ દોષોને ટાળવાની અને જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરાવવાની, હિંસા, જૂઠ, ચોરી આદિના કુસંસ્કારોને કાઢવાની અને અહિંસા, સત્ય આદિના સંસ્કારોનું આધાન કરવાની, તથા મુખ્યપણે તો વિકથા આદિ પ્રમાદના રસને શોષવાની અને સત્કથાના રસને પુષ્ટ કરવાની શક્તિ રહેલી છે. આથી ચોવીશ જિનમાંથી નીકળેલી કથાસ્વરૂપ આ શાસ્ત્રવચનો પણ દોષ દૂર કરાવવા દ્વારા અને ગુણને પ્રગટાવવા દ્વારા કર્મોનો અને ભવપરંપરાનો નાશ કરાવી શકે છે.
ચોવીશ જિંનની કથાના આવા લાભને જાણતો શ્રાવક પોતાના ગુરુ ભગવંત સમક્ષ પ્રાર્થના સ્વરૂપે એક શુભ ભાવ રજૂ કરતાં કહે છે—
વોહંતુ મે વિઞજ્ઞા - (જિનની કથાઓ વડે) મારા દિવસો પસાર થાઓ, મોક્ષેચ્છુ શ્રાવક પોતાની ભાવના વ્યક્ત કરતાં કહે છે કે–
“હે ભગવંત ! આજ દિવસ સુધી વિષય-કષાયને આધીન થઈ કર્મનો બંધ કરાવનારી અને ભવભ્રમણની વૃદ્ધિ કરાવનારી કથાઓમાં તો મેં અનંતો કાળ ગુમાવ્યો, તોપણ ક્યાંય સાચું સુખ કે શાંતિ ન મળી. આથી જ હવે આવી કથાઓનો