SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રાચાર પણ તુલાદંડન્યાયથી તેની આગળ પાછળ રહેલા સંરંભ અને આરંભ એ બંને શબ્દોનો અર્થ પણ ગ્રહણ કરી લેવાનો છે. ૭૫ જિજ્ઞાસા : આ સૂત્રની ત્રીજી ગાથામાં ‘આરંભ’ની નિંદા જણાવી હતી, તો પછી પુનઃ ‘આરંભ’ની નિંદા કેમ જણાવી ? તૃપ્તિ : પહેલાં જે ‘આરંભ'ની નિંદા જણાવી તે અનેક પ્રકારના આરંભની નિંદા જણાવી હતી જ્યારે અહીં પોતાના જીવનનિર્વાહ માટે રસોઈક્રિયામાં જે આરંભ થાય છે, તેની નિંદા કરવામાં આવી છે. અન્નડ્ડા ય પઠ્ઠા સમવઠ્ઠા - પોતાને માટે, બીજાને માટે કે બન્નેયને માટે અથવા અત્તઠ્ઠા ય પઠ્ઠા ય નો અર્થ આ રીતે પણ થઈ શકે. અન્નદ્દા - પોતાને માટે - કોઈ મુગ્ધ, મંદબુધ્ધિવાળો, વિશેષ સમજ વગરનો શ્રાવક પોતાને પુણ્ય થાય એ હેતુથી સાધુ ભગવંતને વહોરાવવા માટે રસોઈની ક્રિયારૂપ પાપ કરે. પરટ્ઠા - બીજાને માટે અન્ય કોઈની પુણ્યપ્રાપ્તિ માટે એટલે માતા-પિતા વગેરેને પુણ્ય થશે એ હેતુથી, મહાત્માઓને વહોરાવવા માટે રસોઈ બનાવવાનું કાર્ય કરી પોતે પાપ બાંધે, અને ચ શબ્દથી સાધુ પ્રત્યેના દ્વેષથી તેમના વ્રતનો ભંગ કરાવવા આવું કરે; અને તેને પરિણામે જે દોષ લાગ્યો હોય. - પવળે આ પાવળે ગુ ને વોસા, – આહાર પકવવા અને પકાવડાવવામાં જે દોષ થયો હોય. શ્રાવક પોતાની ભૂમિકા પ્રમાણે ૨સોઈ ક૨વા-કરાવવાની ક્રિયાનો ત્યાગ કરી શકતો નથી, તો પણ તેણે રસોઈની ક્રિયા કરતાં ખૂબ જયણા રાખવાની જરૂર છે. પાણી ગાળીને જ વાપરવું, લાકડાં-છાણાં કે ચૂલો જોઈને-પૂંજીને જ વાપરવાં, વાસણો વગેરે પણ જોઈ-પૂંજી પછી જ તેનો ઉપયોગ કરવો. પાણી કે વનસ્પતિ આદિ જરૂરથી લેશ પણ અધિક ન વપરાઈ જાય તેની કાળજી રાખવી. કોઈ ત્રસ જીવોની હિંસા ન થાય તે માટે અનાજ વગેરે ચાળી-વીણી-જોઈ પછી જ ચૂલા ઉપર 2. તુલાઇડન્યાય એટલે જેમ તુલાને વચ્ચેથી ઉપાડતાં બન્ને બાજુનાં પલ્લાં ગ્રહણ થઈ જાય છે, તેમ અહીં સંરંભ, સમારંભ અને આરંભ એમ ત્રણ શબ્દો પૈકીના વચ્ચેના સમારંભ શબ્દને ગ્રહણ કરવાથી બન્ને બાજુના –સંરંભ અને આરંભ એ બન્નેય શબ્દો ગ્રહણ થઈ જાય છે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy