________________
સૂરસંવેદના-૪
મૂકવું, આવી અનેક પ્રકારની જયણા સાચવવી તે શ્રાવકનું કર્તવ્ય છે. આમ છતાં પ્રમાદ આદિ દોષથી ઉપરોક્ત જયણા ન સચવાઈ હોય તેને કારણે નિરર્થક જીવોની હિંસારૂપ જે દોષ લાગ્યો હોય, તથા યતના કરવા છતાં પણ જરૂરી છે હિંસા કરવી પડી હોય તેને કારણે જે પાપ થયું છે,
તે નિંદે - તેને હું નિંદું છું. રસોઈની ક્રિયા કરતાં હિંસા દ્વારા મેં જે પાપકર્મ બાંધ્યું છે, તેની હું નિંદા કરું છું જીવોને પીડા આપવાનું આ કાર્ય મેં ખોટું કર્યું તેમ કબૂલ કરું છું. જો કે ગૃહસ્થજીવનને ટકાવવા ન છૂટકે રસોઈ કરવી કે કરાવવી તો પડે છે; પરંતુ આ ક્રિયા કરતાં પણ જે જયણાનો ભાવ જાળવવો જોઈએ, તે હું જાળવી શક્યો નથી. વળી, જીવત્વની દષ્ટિએ મારા જેવા જ મારા બંધુઓને પીડા આપતાં હૃદયમાં જે દુઃખ થવું જોઈએ, હૈયુ કંપવું જોઈએ, તે પણ આહારદિની આસક્તિના કારણે થઈ શક્યું નથી. આ સર્વ મારાથી ખોટું થયું છે તે હું માનું છું, અને સહૃદય તે પાપની હું નિંદા કરું છું.
જિજ્ઞાસાઃ આ ગાથામાં ‘રિવાર' શબ્દનો ઉલ્લેખ ન કરતાં ‘રોષ' શબ્દનો ઉલ્લેખ કર્યો છે, અને ‘પદમ” શબ્દ ન વાપરતાં ‘નિને' શબ્દ વાપર્યો છે, તેનું કારણ શું?
તૃપ્તિ વિચારતા એવું લાગે છે કે વ્રતની મલિનતાને અતિચાર કહેવાય છે, પરંતુ શ્રાવક રસોઈ ન કરવાનું વ્રત સ્વીકારી શકતો નથી; તેથી રસોઈક્રિયામાં થતી હિંસાથી તેને વ્રતમાલિન્યરૂપ અતિચાર નથી લાગતો, તો પણ તેમાં જે અજયણા થાય છે તે દોષરૂપ છે, માટે તેની નિન્દા જરૂરી છે; અને પ્રતિક્રમણ એટલે પાછા ફરવું રસોઈના વિષમાં આ વસ્તુ શ્રાવક માટે શક્ય નથી. તેથી અહીં “પકિદમણિ' શબ્દનો ઉલ્લેખ નહિ કર્યો હોય તેમ લાગે છે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
વૈરાગ્ય મજબૂત કરી, સત્ત્વનો પ્રકર્ષ કરી, આઠ વર્ષની ઉમરે મેં સંયમજીવન સ્વીકારી લીધું હોત તો છ કાયની હિંસાનું આ પાપ કરવાનો દિવસ માટે ન આવ્યો હોત. સંયમ નથી સ્વીકાર્ય માટે જ હિસાદિ આ પાપો કરવા પડે છે. વળી આ પાપો કરતાં પણ કરુણાદિના જે ભાવો ટકાવવા જોઈએ તે પણ હું ટકાવી શકતો નથી. ખરેખર ! મને ધિક્કાર છે ! પ્રભુ! ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે હું સંયમજીવનનો સ્વીકાર કરી સર્વથા હિસાથી અટકી, અહિંસક ભાવરૂપ મારા પોતાના ભાવમાં સ્થિર થઈ આત્માનંદને માણીશ !”