________________
૭૪
સૂત્રસંવેદના-૪
વિશેષાર્થ :
ચારિત્રાચારના અતિચારની વિચારણા કરતાં પૂર્વે ચારિત્ર શું છે તે જોઈએએકઠાં કરેલાં કર્મોને ખાલી કરે તે ચારિત્ર છે અથવા જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક પાપવ્યાપારનો ત્યાગ કરવો તે ચારિત્ર છે. અથવા સ્વ-૫૨ને પીડા ન થાય તેવું જીવન જીવવું તેનું નામ ચારિત્ર છે.
આ ચારિત્ર બે પ્રકારનું છે : સર્વચારિત્ર અને દેશચારિત્ર. સર્વસંગના ત્યાગી સાધુ-સાધ્વીજી ભગવંતોને સર્વવિરતિરૂપ સર્વચારિત્ર હોય છે; જ્યારે સર્વસંગના ત્યાગની ભાવના છતાં તેવી શક્તિના અભાવે જેઓ દેશથી પાપવ્યાપારનો ત્યાગ કરે છે, તેવા શ્રાવક-શ્રાવિકાઓને દેશવિરતિરૂપ દેશચારિત્ર હોય છે. દેશચારિત્રનો સ્વીકાર કરનાર શ્રાવક-શ્રાવિકાઓ ગૃહવાસમાં રહેલા હોય છે, માટે તેમને ન છૂટકે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરેની હિંસા કરવી પડે છે. આ હિંસા સંબંધી જે કોઈ દોષ લાગ્યો હોય તેની નિંદા આ ગાથામાં કરવામાં આવી છે.
छक्काय-समारंभे, पयणे अ पयावणे अ जे दोसा, अत्तट्ठा य परट्ठा સમવઠ્ઠા ચેવ – પોતાને માટે જ, અન્ય માટે કે બન્નેયને માટે (રસોઈ કરવાની) આહાર પકાવવાની ક્રિયા કરવામાં કે અન્ય પાસે કરાવવામાં છકાય જીવોના સમારંભમાં જે દોષો લાગ્યા હોય.
छक्कायसमारंभे,
છકાયના જીવોના સમારંભના વિષયમાં
છક્કાય અને સમારંભ એ શબ્દો દ્વારા આ જીવાયસમારંભે પદ બન્યું છે. તેમાં છક્કાય એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોનો સમૂહ અને સમારંભ એટલે હિંસા આ છકાય જીવોની હિંસા, તે છકાય સમારંભ છે.
ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકને સંસાર ચલાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે. તેમાં હિંસાદિ પાપ જરૂર લાગે છે, તો પણ તે સર્વ ક્રિયાઓમાં રસોઈની ક્રિયા એવી છે કે જે કરવા અને કરાવવામાં છએ કાયના જીવોનો સમારંભ હિંસા થવાનો સંભવ છે. જોકે ગાથામાં સમારંભ શબ્દ હિંસા માટે વપરાયો છે તો
1. સંરંભ, સમારંભ અને આરંભ શબ્દની વ્યાખ્યા માટે જુઓ આ સૂત્રની ગાથા નં-૩
=