________________
ચારિત્રાચાર
અવતરણિકા :
જ્ઞાનાચાર તથા દર્શનાચારના અતિચારોનું વર્ણન કરીને હવે ચારિત્રાચાર વિષયક અતિચારને જણાવે છે
ગાથા :
छक्काय-समारंभे पयणे अ पयावणे अ जे दोसा । अत्तट्ठा य परट्ठा उभयट्ठा चेव तं निंदे ।।७।।
અન્વયસહિત સંસ્કૃત છાયાઃ
आत्मार्थं च परार्थम् उभयार्थं च पचने पाचने च ।
षट्कायसमारम्भे ये दोषाः तान् निन्दामि ।।७।। ગાથાર્થ :
પોતાને માટે, અન્ય માટે કે બંનેયને માટે આહાર પકવવામાં અને પકાવરાવવામાં (રાંધવા અને રંધાવરાવવામાં) છકાય જીવોની હિંસા જેમાં છે તેવા આરંભ-સમારંભ કરવામાં જે દોષો લાગ્યા હોય, તેને હું નિંદુ છું.