________________
૨૫૦
સૂત્રસંવેદના-૪
કરી છે. તેવાં દૃષ્ટાંતો શાસ્ત્રના પાને નોંધાયાં છે અને વર્તમાનમાં પણ ભલે પ્રત્યક્ષપણે દેવો હાજર થઈ સહાય કરતા નથી; તો પણ અદશ્યપણે યોગ્યઆત્માઓને દેવો આજે પણ સહાય કરે છે, અને તે દ્વારા તેઓ પણ બોધિસમાધિ-સંયમ આદિ ગુણોમાં ઉપકારક બને છે. માટે આ રીતે કરાયેલી પ્રાર્થના કોઈ રીતે અયોગ્ય નથી.
સમ્યગુદૃષ્ટિ દેવો પાસે બીજી માંગણી કરી છે બોધિની બોધિનો અર્થ છે. પરલોકમાં જૈનધર્મની પ્રાપ્તિ. પ્રતિક્રમણ કરનાર શ્રાવકને આ ભવમાં જૈનધર્મ મળ્યાનો અત્યંત આનંદ હોય છે, અને માટે જ તેને થાય છે કે ભવાંતરમાં પણ મને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ ! આ કારણથી શ્રાવક રોજ એવી ઇચ્છા રાખે છે કે જિનધર્મથી“ યુક્ત દાસ અને દરિદ્રી થવાનું મને માન્ય છે, પરંતુ જૈન ધર્મ ન મળે તો ચક્રવર્તી થવાનું પણ મને માન્ય નથી. અવતરણિકા :
આ સૂત્રમાં વ્રત સંબંધી અતિચારોની આલોચના, નિંદા અને પ્રતિક્રમણ કર્યું. તેથી કોઈને શંકા થાય કે પ્રતિક્રમણની ક્રિયા વ્રતધારી માટે જ છે? કે અન્ય માટે પણ છે? તે શંકાનું સમાધાન આપતાં જણાવે છે –
ગાથા :
पडिसिद्धाणं करणे, किञ्चाणमकरणे अ पडिक्कमणं ।
असदहणे अ तहा, विवरीअ-परूवणाए अ॥४८॥ અન્વય સહિત સંસ્કૃત છાયાઃ प्रतिषिद्धानां करणे, कृत्यानाम् अकरणे ।।
अश्रद्वाने च तथा विपरीत-प्ररूपणायां च प्रतिक्रमणम् ।।४।। ગાથાર્થ :
શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે તે કર્યું હોય, શ્રાવકને કરવા યોગ્ય કાર્ય ન કર્યું હોય, ભગવાનનાં વચનોમાં = શાસ્ત્રમાં અશ્રદ્ધા કરી હોય, તથા વિપરીત પ્રરૂપણા કરી હોય : (આ ચારેય હેતુથી) પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ.
- અર્થદીપિકા
3. “ધિ પરસ્ટોનિન-ધર્મ-પ્રાપ્ત 4. નિન વિનિકુંવત્તો, મા પૂર્વ વડા
स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ।।१४०।।
- યોગશાસ્ત્ર પ્રકાશ - ૩