________________
૯૦
સૂત્રસંવેદના-૪
વ8 - વધ.
વધ કરવો એટલે મારપીટ કરવી, તાડન-તર્જન કરવું. અહીં “વધ' શબ્દ પ્રાણઘાત અર્થમાં નથી; કારણ કે પ્રાણઘાત એ વતનો અતિચાર નહિ પણ અનાચાર છે. પ્રાણઘાત કરવાથી વ્રત ભંગ થાય છે. વિષય-કષાયને આધીન થઈ કોઈ પણ જીવનું તાડન-તર્જન કરવું કે તેને પીડા થાય તેમ વર્તવું તે વધુ છે. ક્રોધાદિ કષાયને વશ થઈને નિષ્કારણ ગાય, ભેંસ આદિ પશુઓને તથા નોકર, ચાકરે, પુત્ર, પરિવાર કે પત્નીને મારવા, લાકડી વગેરેથી પીટવા, તેમના હૃદયને ઠેસ પહોંચે તેવો વાણીનો વ્યવહાર કરવો કે મનથી તેમનું અશુભ ચિંતવવું તે પ્રથમ વ્રતમાં અતિચાર છે; કેમ કે આમ કરવાથી જીવોને દ્રવ્ય અને ભાવથી પીડા થાય છે.
શ્રાવક પોતાનું જીવન જ એવી રીતે જીવે કે તેના પ્રભાવથી સૌ યથાયોગ્ય રીતે પોતાના કર્તવ્યને બજાવે છે. આમ છતાં ક્યારેક પોતાના પરિવાર આદિને કર્તવ્યથી ચૂકી જતાં જુવે ત્યારે તેમને પોતાનાં કર્તવ્યોમાં જોડવા, કે વિનયાદિ ગુણોમાં યત્ન કરાવવા ઉગ્ર ભાષામાં હિતશિક્ષા આપે, ઠપકો આપે, કે પોતાનાં સંતાનાદિને સુધારવા માટે, તો તે સકારણ વધે છે. માટે તેમ કરતાં વ્રતમાલિન્ય થતું નથી.
બંધ - પ્રાણીઓને દોરડા વગેરેથી બાંધવાં . ક્રોધાદિ કષાયને આધીન બની પુત્ર, પરિવાર કે પશુઓને વિના કારણે કોઈ પણ પ્રકારના બંધનમાં નાખવાં, કે પોતાના નિયંત્રણમાં રાખવાં તે પ્રથમ વ્રતવિષયક બીજો અતિચાર છે.
અહીં પણ એ ખ્યાલમાં રાખવું કે ક્રોધાદિ કષાયને આધીન થઈ નિષ્કારણ બંધ કરવાથી જ અતિચાર લાગે છે, પરંતુ કોઈ કારણોસર સાપેક્ષભાવે બંધ કરવાથી અતિચાર લાગતો નથી. શ્રાવકના ઘરમાં જો કે દાસ, દાસી, પુત્ર-પરિવાર વગેરે એવા જ હોય કે તેને બાંધવાની જરૂર જ ન પડે. આમ છતાં ક્યારેક પુત્રાદિ અનર્થકારી માર્ગે જતાં હોય તો તેમને રોકવા સાપેક્ષભાવે કોઈ બંધન કે નિયંત્રણ મૂકવું પડે. આ રીતે થતો બંધ અતિચારરૂપ નથી, પણ તે સમયે પોતાના અધ્યવસાયો ન બગડે તેની ખૂબ કાળજી રાખવી જોઈએ.
વિરજી - શરીરના અવયવો છેદવા. છવિ એટલે શરીર એટલે કાપવું. નાક, કાન વીંધવાં, અથવા કાપવાં તે છવચ્છેદ છે. કષાયને આધીન થઈને કે મમતાના કારણે “આ મારું ઢોર છે', તેમ