________________
પહેલું વ્રત
અવતરણિકા : * હવે પ્રમાદાદિના કારણે પ્રથમ વ્રતમાં જે અતિચાર લાગવાની સંભાવના છે, તેના મુખ્ય પાંચ પ્રકારો જણાવે છે
ગાથા:
वह-बंध-छविच्छेए, अइभारे भत्त-पाणवुच्छेए । पढम-वयस्सइआरे, पडिक्कमे देसि सव्वं ।।१०।।
અન્વયસહિત સંસ્કૃત છાયાઃ
વા-ન્ય-વિજી, ગત્તિમારે માનવ !
प्रथमव्रतस्य दैवसिकं सर्वान् अतिचारान् प्रतिक्रामामि ।।१०।। ગાથાર્થ | (દ્વિપદ-ચતુષ્પદ પ્રાણીઓને નિર્દયપણે) માર મારવો, દોરડા આદિથી બાંધવો, શરીર અથવા ચામડી કાપવી, શક્તિ ઉપરાંત ભાર નાંખવો, તેમ જ ખાવા પીવા ન આપવું, એ પ્રથમ વ્રતના પાંચ અતિચારો છે. દિવસ દરમ્યાન (વા). જે અતિચારોનું સેવન થયું હોય, તે સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ:
વ્રતનો સ્વીકાર કર્યા પછી, વ્રતને મલિન કરે તેવી પ્રવૃત્તિ અનાભોગથી, (વિચાર્યા વગર) સહસત્કારથી, કે સાપેક્ષ ભાવથી કરી હોય તો તે વ્રત સંબંધી અતિચાર કહેવાય છે. સાપેક્ષ ભાવથી એટલે વ્રતની મર્યાદાને સાચવવાનો પરિણામ હોવા છતાં દોષનું સેવન થઈ જવું - જેમ કે એવું વિચારવું કે મેં મોટા જીવોની હિંસા ન કરવી; તેવો નિયમ લીધો છે, પરંતુ કોઈ પણ પ્રકારે પીડા ન કરવી તેવો નિયમ નથી કર્યો. માટે જીવોને સામાન્યથી મારવા વગેરેમાં વ્રતભંગ થતો નથી.' તેમ માની, જો કોઈ વધાદિ કરે તો વ્રતનો નાશ નથી થતો પણ અતિચાર તો લાગે જ છે; પરંતુ વ્રત નિરપેક્ષ બની, જાણી જોઈને ક્રૂરતાથી વધાદિ કરનારનું વ્રત ટકી શકતું નથી. આ રીતે દરેક વાતમાં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે વતની સાપેક્ષતા હોય ત્યાં સુધી અતિચાર ગણાય છે, અને વ્રતની નિરપેક્ષતા આવે એટલે વ્રત ભંગ થાય છે. પ્રથમ વ્રતમાં મલિનતા લાવનાર વધાદિ મોટા પાંચ અતિચારો આ પ્રમાણે છે :