________________
૨૨૪
સૂત્રસંવેદના-૪
આવા ઉત્તમ શાસનને પામીને પણ હું હારી ગયો છું. સદ્ગુરુના વચનામૃતનું પાન કરવા છતાં પ્રમાદથી હું ઘણું ચૂકી ગયો છું. હું પાપી છું, હું અધમ છું, હું કાયર છું, હું નમાલો છું, જેના કા૨ણે નાનાં નાનાં નિમિત્તોમાં કાં તો રાગથી રંગાઈ જાઉં છું કાં તો આવેશમાં આવી જાઉં છું અને ન કરવાનું કરી બેસું છું. ખરેખર મારી આવૃત્તિ અને પ્રવૃત્તિને ધિક્કાર છે.” આ પ્રમાણે પોતાના પાપની નિંદા (પશ્ચાત્તાપ) કરતો સુશ્રાવક કરેલા પાપને તત્ક્ષણ હણી. નાંખે છે.
જિજ્ઞાસા : અહીં ‘સાવો' શબ્દ ન મૂકતાં ‘સુસાવો' શબ્દ કેમ મૂક્યો ?
તૃપ્તિ : પ્રત્યેક વૈદ્ય જેમ પ્રત્યેક રોગનો નાશ કરી શકતા નથી અને દરેક ગારૂડીકો ઝેર ઉતારી શકતા નથી પરંતુ મંત્ર અને ઔષધમાં વિશારદ સુવૈદ્યો જ રોગ અને ઝેરનો નાશ કરી શકે છે; તેમ દરેક શ્રાવક પ્રતિક્રમણની ક્રિયાથી જલદી કર્મનાશ કરી શકે તેવું નથી હોતું, પરંતુ શાસ્ત્રમાં જણાવેલા વિશિષ્ટ ગુણોવાળો સુશ્રાવક (ભાવશ્રાવક) પ્રતિક્રમણની ક્રિયા દ્વારા આલોચના અને નિંદા કરતો કર્મનો નાશ કરી શકે છે. હા ! તે સિવાયના પણ જે શ્રાવક શ્રદ્ધાપૂર્વક પ્રતિક્રમણ કરે છે, તે શ્રાવકનું પ્રતિક્રમણ નકામું નથી જતું, પરંતુ તે ધીમે ધીમે કર્મનાશનું કારણ બને છે, તેટલો ફરક છે. આ કારણથી ગાથામાં સુશિક્ષિત શબ્દની જેમ સાવો શબ્દ ન મૂકતાં સુસાવએ શબ્દનો પ્રયોગ કર્યો છે.
જિજ્ઞાસા : સુશ્રાવક કોને કહેવાય ?
ઃ
તૃપ્તિ : ‘ધર્મરત્ન પ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિ મ.સા. એ જણાવ્યું છે કે જેઓ ધર્મરત્નને પામવા માટે જરૂરી એવા (૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલા) એકવીશ ગુણો પામી ચૂક્યા હોય તેને ભાવશ્રાવક કહેવાય છે. અહીં આવા ભાવશ્રાવકને જ ‘સુશ્રાવક’ કહ્યો છે. આવા ભાવશ્રાવકના ક્રિયાવિષયક છ લિંગો આ પ્રમાણે છે. ૧. કૃતવ્રતકર્મા :
વ્રત સંબંધી કાર્ય જેણે કર્યું છે, તે ‘કૃતવ્રતકર્મા’ છે. ‘કૃતવ્રતકર્મા’ ગુણના ચાર ભેદો છે
-
૧. આકર્ણન - વિનય-બહુમાનપૂર્વક (શ્રાવકાદિના) વ્રતોને (ગીતાર્થ ગુરુ પાસે) સાંભળવું.
2.
" कय-वयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारी । ગુરુ-સુસૂઓ પવવળ-જુસો હજુ માવો સો ।।રૂરૂ।।"
हरिभद्रसूरीश्वरजी कृत धर्मरत्नपक्ररण
-