________________
૧૩૪
સૂત્રસંવેદના-૪
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે,
"આત્મભાવમાં રમવાથી, આત્મભાવમાં રહેવાથી જ સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ છે; તો પણ અનાદિ કુસંસ્કારોને કારણે મારું મન આત્મભાવને છોડીને બહારની દુનિયામાં જ રખડ્યા કરે છે. અન્ય અન્ય ક્ષેત્રમાં જવાની નિરંતર ઈચ્છાઓ કર્યા કરે છે. તેથી દુનિયાભરમાં હરવા-ફરવા અને જોવાની ઈચ્છાને નાથવા મેં આ વાતનો સ્વીકાર કર્યો છે.
આ વ્રતને સ્વીકારીને અણિશુદ્ધ પાળવાની મારી આંતરિક ભાવના છે, તો પણ રાગાદિ કષાયોની આધીનતા અને કુતૂહલવૃત્તિ આદિને કારણે મારું મન વ્રતમર્યાદાની બહાર ગયું છે, અને ક્યારેક અનાભોગથી કે તમર્યાદાનું વિસ્મરણ થવાથી વાણી અને કાયાથી પણ વતને દૂષિત કરે તેવા દોષો સેવાઈ ગયા છે. આ સર્વ મારાથી ખોટું થયું છે. આનાથી કર્મ બાંધી મેં જે મારું ભવભ્રમણ વધાર્યું છે.
ભગવંત ! આ સર્વ દોષોની હું ગહ કરું છું આલોચના કરું છું. સિંઘ કરું છું. અને પોતાના એકના એક પુત્રના પ્રાણને બચાવવા માટે પણ જેમણે પ્રતિજ્ઞામાં બાંધછોડનો વિચાર સુદ્ધાં ન કર્યો. અને આવેલી અનેક આફતોને સહર્ષ સ્વીકારી લીધી, તેવા આનંદઆદિ શ્રાવકોના ચરણોમાં મસ્તક મૂકી તેમને પ્રાર્થના કરું છું કે આપના જેવું સુવિશુદ્ધ વ્રતપાલનનું સત્વ મારામાં પ્રગટો, જેથી પુનઃ પુનઃ આ દોષોથી મારું વ્રત મલિન ન બને !” ”