________________
વંદિતુ સૂત્ર
૫૧
પ્રતિક્રમણ થવું જરૂરી છે. તેવું પ્રતિક્રમણ કરવા માટે હૃદયનું પરિવર્તન અતિ આવશ્યક છે. હૃદયનું પરિવર્તન થાય તો જ મન શુભ ભાવમાં સ્થિર થઈ શકે છે, અને ભવિષ્યમાં આવાં પાપ થાય જ નહિ તે માટે સાવધ બની શકાય છે. આથી જ ચિત્તવૃત્તિનું આમૂલ પરિવર્તન કરી વાસ્તવિક પ્રતિક્રમણ કરવા માટે સાધકે નીચેની ભાવનાઓથી હૈયાને ભાવિત બનાવવું જોઈએ :
+ જડ એવા બાહ્ય પદાર્થો ચેતનવંતા એવા મને શું સુખ આપી શકવાના છે? * જો એ મને સુખ આપી શકવાના જ નથી, તો મારે શા માટે એની મમતા
કરવી જોઈએ ? કે એનો સંગ્રહ કરવો જોઈએ ? • ઘણી મહેનત કરીને એકઠા કરેલા આ દુન્યવી પદાર્થો એવા અનિત્ય છે, કે
તેને સાચવવાની હું ગમે તેટલી મહેનત કરીશ તો પણ કાયમ રહેશે નહિ. + સ્વયં અશરણ દશામાં રહેલાં સ્વજનો મારું કઈ રીતે રક્ષણ કરી શકશે ? * સંગ્રહવૃત્તિથી કે સંગ્રહની પ્રવૃત્તિથી લોકપ્રિય નથી બનાતું, પણ ઉદારતા
આદિ ગુણોને કારણે સજ્જન પુરુષો લોકમાં પ્રિય બને છે. + નિષ્ઠયોજન મહારંભની અને મહાપરિગ્રહની પ્રવૃત્તિઓ મમ્મણ શેઠની
જેમ નરકનું કારણ બને છે. + અનુકૂળતાનો રાગ કે પ્રતિકૂળતાનો દ્વેષ અને સુખશીલિયાપણાને કારણે જીવ
અનેક સુખસામગ્રીઓ ભેગી કરે છે, જે અનેક અનર્થોનું કારણ બને છે. * ધન્ય છે તે આનંદ અને કામદેવ જેવા શ્રાવકોને કે જેઓએ પરમાત્માની
એક જ દેશનામાં પરિગ્રહ નામના બંધનની અનર્થકારિતા સાંભળી તે જ ક્ષણે પોતાની પાસે જેટલું છે તેનાથી અણુભાર પણ વધારવું નહિ,' એવી પ્રતિજ્ઞા કરી. આ રીતે ભોગોપભોગમાં પણ નિયંત્રણ કરી માત્ર સંવાસ
અનુમોદના રહે તેવી ભૂમિકાએ તેઓ પહોંચી શક્યા. * ધન્ય છે ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર, ગજસુકુમાલ, અભયકુમાર આદિ મહાન શ્રેષ્ઠિઓ અને રાજકુમારોને કે જેઓએ ધન-સંપત્તિ, રાજ-પાટ છોડી સર્વસંગનો ત્યાગ કર્યો. સામાન્ય રીતે જેમ ગ્રહો નવ પ્રકારના છે, તેમ પરિગ્રહ પણ ધન, ધાન્ય
આદિ નવ પ્રકારનો છે. આ નવ પ્રકારના પરિગ્રહમાંથી કોઈપણ પ્રકારનો 5. धण-संचओ अ विउलो, आरंभ परिग्गहो अ वित्थिण्णो । नेइ अवस्सं मणसं, नरगं वा तिरिक्खजोणिं वा ।।
- પ્રબોધ ટીકા