________________
આઠમું વ્રત
તે સામર્થ્ય પ્રગટાવવા જ શ્રાવક અતિ અનર્થકારી, નિષ્પ્રયોજન હિંસાવાળી પ્રવૃત્તિઓના ત્યાગ માટે કેટલાક નિયમો સ્વીકારે છે. જેમ કે અતિહિંસા થાય તેવાં હિંસક શસ્ત્રોની આપ-લે કરવી નહિ, જિનપૂજા કે વ્યાવહારિક કારણો સિવાય સ્નાન કરવું નહિ, જેનાથી રાગાદિ ભાવોની તીવ્રતા વધે તેવી શરીરની શોભા, પીઠી ચોળાવવી વગેરે કરવું નહિ, નખ-દાંત-વાળ વગેરે રંગવા નહિ, બ્યુટીપાર્લરનો સર્વથા ત્યાગ કરવો, રેડિયો ટી.વી વગેરે સાંભળવા નહિ, વિકૃત રૂપનું દર્શન કરાવે તેવાં નાટક, પિક્ચરો કે સર્કસ આદિ જોવાં નહિ, હોટલમાં જવું નહિ, રસનાને લોલુપી કરે તેવાં પાપડ-ચટણી-રાયતાં-અથાણાં કે બજારુ ફરસાણો વગેરે ખાવાં નહિ, સેન્ટ-અત્તર વગેરેનો ઉપયોગ કરવો નહિ, ઉદ્ભટ વેષ પહેરવો નહિ, શરીરની સુખાકારી માટે કે માન-મોભો બતાવવા માટે કે વિવિધ પ્રકારનું ફર્નીચર વાપરવું નહિ અને પોતાના વૈભવ અનુસા૨ મર્યાદિત વસ્ત્ર, અલંકારો સિવાય શરીરની શોભા માટે વધુ પડતા અલંકારો પહેરવા નહિ વગેરે.
૧૫૭
નિષ્પ્રયોજન આત્માને અનર્થ થાય તેવાં કાર્યો આ જગતમાં ઘણાં છે. તે સર્વનો સમાવેશ શાસ્ત્રમાં ચાર વિભાગમાં કર્યો છે : (૧) અપધ્યાન, (૨) પાપોપદેશ, (૩) હિંસપ્રદાન અને (૪) પ્રમાદાચરણ. તેમાં આત્માનું અહિત થાય, ભવપરંપરા વધે તેવું મનનું ચિંતન, વિચાર વગેરેને અપધ્યાન કહેવાય છે, સ્વ-પરનું અહિત કરે તેવી પાપની પ્રેરણા કરનાર વાણીના વ્યાપારને પાપોપદેશ કહેવાય છે, હિંસક શસ્ત્ર વગેરેનું કાયા દ્વારા થતું આદાન-પ્રદાન હિંન્નપ્રદાન કહેવાય છે અને આત્માને અનર્થના ખાડામાં પાડે તેવી બાહ્ય-અંતરંગ પ્રવૃત્તિને પ્રમાદાચરણ કહેવાય છે. આ ચાર પ્રવૃત્તિ ઉપરના નિયંત્રણને અનર્થદંડવિરમણ વ્રત કહેવાય છે.
આ ચાર વિભાગ દ્વારા આ વ્રત મન, વચન અને કાયાના સંપૂર્ણ નિયંત્રણરૂપ બની જાય છે: આ વ્રતમાં અપધ્યાનવિરમણ દ્વારા મનનું; પાપોપદેશવિરમણથી વાણીનું; અને હિંસપ્રદાનવિરમણ અને પ્રમાદાચરણના વિરમણ દ્વારા કાયાનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. એટ્લે જેને મન, વચન, કાયા ઉપર નિયંત્રણ છે, તે જ આ વ્રતનું નિર્મળ પાલન કરી શકે છે.
૭. સોઽપધ્યાન પાપો – પવેશો હિંસાર્વામ્ ।
प्रमादाचरणं चेति, प्रोक्तोऽर्हद्भिश्चतुर्विधः ।।
धर्मसंग्रह ३६ श्लो.
શ્રી જિનેશ્વર દેવોએ (૧) દુષ્ટ ધ્યાન કરવું, (૨) પાપકર્મોનો ઉપદેશ આપવો, (૩) હિંસક ચીજો બીજાને આપવી અને (૪) પ્રમાદ સેવવો : એમ ચાર પ્રકારે અનર્થદંડ કહ્યો છે.