________________
૧૫૮
સૂત્રસંવેદના-૪
૧. અપધ્યાન' : અશુભ વિષયમાં થતી મનની એકાગ્રતાને અશુભ ધ્યાન કે અપધ્યાન કહેવાય છે. અહિં ‘ધ્યાન’ શબ્દ વાપર્યો છે, પરંતુ તેના ઉપરથી અશુભ વિચારો, ભાવના કે ચિંતનનો પણ આમાં જ સમાવેશ કરવાનો છે. અશુભ ધ્યાનના શાસ્ત્રમાં બે પ્રકારો બતાવ્યા છે : (અ) આર્ત્તધ્યાન અને (બ) રૌદ્રધ્યાન. (અ) આર્ત્તધ્યાન :
જેનાથી આત્માને પીડા થાય, અથવા પીડિત અવસ્થામાં થતું ધ્યાન, તેને આર્ત્તધ્યાન કહેવાય છે. તેના ચાર પ્રકારો છે, તે આ પ્રમાણે
-
(૧) અનિષ્ટ-વિષય-વિયોગ-ચિંતા : ન ગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે જોડાવું પડે, ત્યારે તેનાથી છૂટવાની, અને ફરી ક્યારેય આવી અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ ન થાય, તેવી ઈચ્છામાંથી ‘અનિષ્ટ-વિષય, વિયોગ ચિંતા' નામનું આર્ત્તધ્યાન ઉત્પન્ન થાય છે.
:
(૨) રોગ-વિયોગ-ચિંતા ઃ શરીરમાં કોઈપણ પ્રકારનો રોગ થાય નહિ અને થયો હોય તો ક્યારે દૂર થાય તેવી ઈચ્છામાંથી ‘રોગવિયોગ-ચિંતા’ નામનું આર્ત્તધ્યાન ઉત્પન્ન થાય છે.
(૩) ઈષ્ટવિષય-સંયોગ-ચિંતા : મનગમતી ઈષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ હંમેશા મળ્યા જ કરે, એ ક્યારેય દૂર ન થાય, સદાય એનો સંયોગ થાય અને રહે - એવી ઈચ્છામાંથી ‘ઈષ્ટવિષય-સંયોગ-ચિંતા’ નામનું આર્ત્તધ્યાન પ્રગટે છે. (૪) નિદાનની ચિંતા : નિદાનનો અર્થ છે ધર્મના બદલામાં ભૌતિક સુખ મેળવવાની કામના. ‘આ ધર્મથી મને અમુક સુખ મળો' તેવી ઇચ્છા. જે
4. ગળવદિય મળ્યો નલ્સ, જ્ઞાવડું વર્તુગાડું અમદૃારૂં । तं चिंतियं न लहइ, संचिणइ अ पावकम्माई ।। વવ-વાય-વિરક્રિયાળ વિ, જમ્માનં ચિત્તમેત્તવિધિયાળ । अइघोरं होइ फलं, तंदुलमच्छु व्व जीवाणं ।।
धर्मसंग्रहवृत्तौ
જેનું અસ્થિર મન બહુ અટ્ટમટ્ટ (જેવું-તેવું) ચિંતવન કરે છે, તે જીવ પોતે ચિંતવેલું કાંઈ મેળવી શકતો નથી, અને ઊલટું પાપકર્મ બાંધે છે.
વચનયોગ અને કાયયોગથી બોલ્યા કે પ્રવૃત્તિ કર્યા વગર એક માત્ર ચિત્તથી દુર્ધ્યાન કરવાથી પણ બંધાયેલાં કર્મોનું જીવોને તંદુલિયા મત્સ્યની જેમ અતિ ઘોર ફળ ભોગવવું પડે છે.