________________
૧૫૬
સૂત્રસંવેદના-૪
વિશેષાર્થ :
સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં આઠમું અને ગુણવ્રતમાં ત્રીજું વ્રત અનર્થદંડ' વિરમણવ્રત છે. અર્થ = પ્રયોજન અને પર્યન્ત, વ્યાપદ્યન્ત મનેન તિ ફંડ અર્થાતુ આત્માને જે દંડે-શિક્ષા કરે તે દંડ કહેવાય છે. તેમાં વિશિષ્ટ કે અનિવાર્ય કારણોસર જે હિંસાદિ દ્વારા આત્માને દંડ થાય છે તે અર્થદંડ કહેવાય; અને પ્રયોજન વિના આત્મા જેનાથી દંડાય તે અનર્થદંડ કહેવાય છે. એટલે કે પોતાનાં ઘર, કુટુંબ, પરિવાર, ધન-સંપત્તિ કે સંસારમાં ઉપયોગી સામગ્રી માટે જે હિંસાદિ પાપો કરાય છે તેને અર્થદંડ કહેવાય છે; અને સાંસારિક જીવન જીવવા માટે જેની જરૂરિયાત નથી તો પણ શોખ, કુસંસ્કારો, અજ્ઞાનતા કે કર્મબહુલતાના કારણે જે નિપ્રયોજન પાપારંભો કરવામાં આવે છે, તેને અનર્થદંડ કહેવાય છે.
. શ્રાવક સમજે છે કે, સાંસારિક જીવન જીવવા માટે કરવામાં આવતાં પાપોનું ફળ પણ ભયંકર છે, તો બિનજરૂરી પાપનાં ફળો તો તેનાથી વધુ ભયંકર હોય જ; તો પણ અવિરતિના ઉદયને કારણે કે અનાદિ કુસંસ્કારોના કારણે ક્યારેક તેનું મન અને ઈન્દ્રિયો કાબૂમાં નથી રહેતાં, અને તેના કારણે તેનાથી આવાં અનર્થદંડનાં પાપો પણ થઈ જાય છે. આવાં પાપોમાં નિયંત્રણ લાવવા માટે શ્રાવક અનર્થદંડવિરમણ વ્રતનો સ્વીકાર કરે છે.
સર્વથા અનર્થદંડવિરમણ વ્રત તો જેઓ પોતાનાં મન, વચન, કાયા ઉપર પૂર્ણ નિયંત્રણ રાખે છે, ભગવાનની આજ્ઞા મુજબ પોતાના યોગોને પ્રવર્તાવે છે, તેવા શ્રમણભગવંતો જ પાળી શકે છે. શ્રદ્ધાસંપન્ન શ્રાવકને પણ આવી નિપ્રયોજન પ્રવૃત્તિ ગમતી તો નથી, પરંતુ સર્વથા તેનો ત્યાગ કરવાનું તેનું સામર્થ્ય નથી, તેથી 1 શરીરર્થક, પ્રતિપક્ષતા સ્થિતઃ | योऽनर्थदण्डस्तत्तत्यागस्तृतीयं तु गुणव्रतम् ।।
- યોજાશાસ્ત્ર શરીર આદિના કારણે જે પાપ કરવું પડે, તે અર્થદંડ; અને જેમાં પોતાને કે બીજાને કાંઈ લાભ ન થાય અને વગર કારણે આત્મા પાપથી દંડાય, તે અર્થદંડથી વિપરીતપણે રહેલો અનર્થદંડ,
તેનો ત્યાગ કરવો તે ત્રીજું અણુવ્રત છે. 2 अद्वेण तं न बंधइ, जमणटेणं तु थेव-बहुमाया । अढे कालाईया, नियामगा न उ अणट्ठाए ।।
- ધર્મસંપ્રદ પ્રયોજનથી કરાતા પાપથી તેટલું કર્મ નથી બંધાતું, કે જેટલું નિમ્પ્રયોજન કરાતાં પાપોથી બંધાય છે; કારણ કે, સપ્રયોજન કાર્યમાં તો અમુક કાળે, અમુક સ્થળે, અમુક પ્રમાણમાં વગેરે નિયંત્રણો હોય છે, જ્યારે નિરર્થક કાર્યમાં કોઈ અંકુશ હોતો નથી.