________________
૧૨૨
સૂત્રસંવેદના-૪
વ્રતધારી શ્રાવકે પાળવા યોગ્ય મર્યાદાઓ : પરપુરુષ કે પરસ્ત્રી જ્યાં એકલાં હોય તે સ્થાનમાં વધુ સમય રહેવું નહિ, એકાંતમાં તેમને મળવું નહિ; કેમ કે એકાંત સ્થાનમાં કામ-વાસનાઓ જાગૃત
થવાની સંભાવના વધુ છે. * પારકી સ્ત્રી સાથે કામ સિવાય કદી વાત કરવી નહિ. વાત કરવી પડે તો પણ
આંખ સાથે આંખ મેળવી વાત ન કરવી. જેમ સૂર્ય સામે દૃષ્ટિ પડતાં આંખ પાછી ખેંચી લેવાય છે, તેમ પારકી સ્ત્રી પર દૃષ્ટિ પડે તો તરત જ નજર પાછી
ખેંચી લેવી. + પારકી સ્ત્રી જ્યાં બેઠી હોય તે આસન કે શય્યા ઉપર પુરુષે બે ઘડી સુધી, અને
પારકો પુરુષ જ્યાં બેઠો હોય તે આસન કે શય્યા ઉપર સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી
બેસવું નહિ. આટલા સમયમાં બેસવાથી પણ કામવાસના જાગૃત થઈ શકે છે + પરસ્ત્રી કે પરપુરુષનાં અંગ-ઉપાંગ કદી રાગદષ્ટિએ જોવાં નહિ. * પર સ્ત્રી-પુરુષનું યુગલ જ્યાં ક્રીડા કરતું હોય ત્યાં ભીંતના અંતરે પણ રહેવું
નહિ. આના ઉપરથી આવી ફિલ્મો કે ટી.વી. પડદા ઉપર નાચતી, કૂદતી કે અન્ય ચેષ્ટા કરતી પારકી સ્ત્રીઓનાં રૂપ-રંગ કે અંગોપાંગ ચોથા વ્રતવાળા
શ્રાવકે ન જોવાય તે તો સમજી શકાય તેવું જ છે. ' જે ભૂતકાળમાં અનુભવેલા કામવૃત્તિના પ્રસંગો કે વિકૃત વિચારોને ક્યારેય યાદ ન
કરવા. કામવૃત્તિને ઉત્તેજિત કરે તેવો માદક આહાર ન જ લેવો જોઈએ અર્થાતુ જેમાં ઘી, દૂધ વગેરે વિગઈઓનું પ્રમાણ અધિક હોય, તેવી મીઠાઈઓ તથા વનસ્પતિઓના વપરાશનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી સર્વથા ત્યાગ ન
થાય ત્યાં સુધી તેનો વપરાશ અતિ મર્યાદિત કરવો જોઈએ. + રૂક્ષ આહાર પણ મર્યાદિત પ્રમાણમાં જ લેવો જોઈએ. * સ્વ-પરને કામની ઉત્તેજના થાય તેવી શરીરની શોભા, તેલમર્દન, વિલેપનકે
નાનાદિ કરવાં નહિ. વ્રતધારી શ્રાવકે આ નવ નિયમ અવશ્ય પાળવા જોઈએ. આ નવમાંથી કોઈ એકાદ નિયમનું ખંડન પણ વ્રતને દૂષિત કરે છે, માટે તેને અતિચાર કહેવાય છે. આચારની આવી ચુસ્તતા જાળવી અતિચારોનું વાસ્તવિક પ્રતિક્રમણ કરવાનું છે.