________________
ઉપસંહારની ધર્મારાધના
અવતરણિકા :
ચિત્તશુદ્ધિ વિના ધર્મસાધના શક્ય નથી. તેથી શ્રાવક સૌ પ્રથમ ચિત્તને મલિન કરનારા અતિચારોની આલોચના કરે છે. આલોચના દ્વારા શુદ્ધ થયેલો શ્રાવક જ્યારે ધર્મઆરાધના માટે અત્યંત પ્રયત્નશીલ બને છે ત્યારે તે ગોદોહિકા આસનનો ત્યાગ કરી ઊભો થતાં, આ ગાથા બોલે છે
ગાથા :
तस्स धम्मस्स केवलिपन्नत्तस्स अब्भुडिओ मि आराहणाए, विरओ मि विराहणाए । तिविहेण पडिक्कंतो, वंदामि जिणे चउव्वीसं ।।४।।
અન્વય સહિત સંસ્કૃત છાયા : तस्य केवलिप्रज्ञप्तस्य धर्मस्य आराधनायै अभ्युत्थितः अस्मि, विराधनायाः विरतः अस्मि । त्रिविधेन प्रतिक्रान्तः, चतुर्विंशतिं जिनान् वन्दे ।।४३।।