________________
૧૯૦
સૂત્રસંવેદના-૪
મોક્ષનું અનન્ય સાધન સંયમ છે અને સંયમની પ્રાપ્તિ સંયમી આત્મા પ્રત્યેના આદર, સત્કાર અને બહુમાનથી થાય છે. આથી શ્રાવક હંમેશાં વિચારે કે આવા ગુણસંપન્ન આત્માની ભક્તિ કરી હું મારા આત્માને સંસારસાગરથી પાર ઉતારું.
સંસારસાગરને તરવાની ભાવનાથી શ્રાવક પર્વ દિવસે પૌષધ કરે. બીજા દિવસે સુંદર વસ્ત્ર, અલંકારોથી સજ્જ થઈ, ઉપાશ્રયે જઈ મહાત્માઓને આહાર-પાણી માટે નિમંત્રણ કરે. મુનિભગવંત પણ વિના વિલંબે ઈર્યાસમિતિ પાળતા તેની સાથે જાય. (વિલંબ કરવાથી શ્રાવકને ભોજનનું મોડું થાય, તેમાં અંતરાય પડે અને સાધુ માટે પૂર્વકર્માદિ દોષની સંભાવના રહે.) મુનિભગવંતની સાથે શ્રાવક રાજમાર્ગે ચાલે, ઘરમાં આવતાં મુનિ ભગવંતને આસન સ્વીકારવા વિનંતિ કરે. કારણ હોય તો મુનિ ભગવંત તે આસનનો ઉપયોગ કરે, નહિ તો નિષેધ કરે. ત્યારબાદ વ્રતધારી શ્રાવક પોતાના હાથે જ પ્રથમ ઉત્તમ દ્રવ્યો અને પછી અન્ય દ્રવ્ય આપે (વહોરાવે). કોઈ વાર ઘરની અન્ય વ્યક્તિ દાન આપતી હોય તો પણ આ વ્રતવાન શ્રાવક યોગ્ય આહારનું ભાજન બહુમાનપૂર્વક હાથમાં રાખી ત્યાં જ ઊભો રહે. મુનિભગવંતો પણ પોતાના સંયમ માટે ઉપયોગી આહાર તેના ભાજનમાં શેષ રાખીને લે. (થોડુ બાકી રાખીને લે.) જે કારણે પશ્ચાતુકર્મ દોષ ન લાગે. પછી શ્રાવક પોતાની શક્તિ અનુસાર સાધુને વળાવવા જાય અને ત્યારબાદ ઘરે આવી જે વસ્તુનું દાન આપ્યું હોય તે દ્રવ્યથી ભોજન કરે.
જિજ્ઞાસા મુનિને આહાર પ્રદાન કરતો શ્રાવક પોતાના હૃદયને કઈ ભાવનાથી ભાવિત કરે ?
તૃપ્તિ: મુનિને આહાર પ્રદાન કરતો શ્રાવક મુનિના નિર્દોષ જીવનનો વિચાર કરવાપૂર્વક તેમની કલ્યાણકારી પ્રવૃત્તિઓ યાદ કરે અને તેમના અહિંસક અને ક્ષમાપ્રધાન જીવનની સામે પોતાની પગલે પગલે થતી હિંસા અને કષાયોની પ્રવૃત્તિની સરખામણી કરી તેની નિંદા કરે. વળી વિચારે કે “આ મહાપુરુષો તો ક્રોધના સ્થાનમાં પણ કેવા સમતાના સાગરમાં ઝીલે છે ! માનના સ્થાને કેટલા નમ્ર દેખાય છે ! વિનય અને વિવેક તો ક્યાંય ચૂકતા નથી ! ક્યાંય આસક્તિ કરતા નથી. ખરેખર આવા મહાત્માઓની ભક્તિ કરી હું પણ આવા ગુણો મારામાં
4A પૂર્વકર્મ – દાન આપતાં પહેલાં હાથ, પાત્ર ધોવાં, રસોઈ ગરમ કરવી વગેરે પૂર્વકર્મ જેમાં
થયું હોય તેવી ભિક્ષા લેવાથી પૂર્વકર્મ નામનો દોષ લાગે. 4B પશ્ચાતુકર્મ – દાન દીધા પછી પાત્ર કે હાથ ધોવામાં પાણી વાપરવું તે રૂપ પશ્ચાતુકર્મ' જેમાં
થાય તેવી ભિક્ષા લેવાથી લાગેલો દોષ.