________________
૨૫૫
ઉપસંહારની ધર્મારાધના
અનેક પ્રકારની પીડાઓ પંમાડી છે. અજાણતાં તો મેં તમોને દુઃખ આપ્યું જ છે, પણ મારા એક સ્પર્શમાત્રથી પણ તમોને કેવી પીડા થાય છે તેવું જાણ્યા પછી પણ મેં મારા શોખ ખાતર, મજા ખાતર તમારી મરણાંતિક પીડાનો પણ વિચાર કર્યો નથી. વાસ્તવમાં મારું કાઈ નથી તેમ સમજવા છતાં મમતાથી મારા માનેલા સ્નેહી, સ્વજનો અને શરીર ખાતર તમારો ખુર્દો બોલાવવામાં મેં કાંઈ બાકી રાખ્યું નથી.
હું સમજું છું મારો આ અપરાધ અક્ષમ્ય છે. કોઈ રીતે ભુલાય તેવો નથી. તો પણ ભવિષ્યમાં વૈરની પરંપરા ન ચાલે, તે દ્વારા તમારા ભવની પરંપરા ન વધે, માટે તમને સૌને વિનંતી કરું છું, તમે મને ક્ષમા આપો ! જાણતાં-અજાણતાં થયેલી મારી ભૂલોને ભૂલી જાવ ! મારા પ્રત્યેના દ્વેષભાવ કે શત્રુભાવને તમે પણ મનમાંથી કાઢી નાંખો, અને મને મિત્ર તરીકે સ્વીકારી લો !
મિત્તિ મે સત્વભૂત્તુ, વેર.મા ન ાફ - હવે મને સર્વ પ્રાણીઓ વિષે મૈત્રી છે, કોઈ પ્રત્યે મને વૈરભાવ નથી.
સર્વ જીવસૃષ્ટિને ક્ષમા આપી અને પોતે પણ સર્વ જીવો પાસે ક્ષમા માંગી, હવે શુભ ભાવના સ્રોતને આગળ વહાવતો સાધક કહે છે, “હવે આ આખું જગત મને મિત્ર લાગે છે. આખુંયે વિશ્વ જાણે મારું પોતાનું કુટુંબ હોય તેવું લાગે છે, સર્વના હિતની ચિંતા મારા હૈયામાં જાગૃત થઈ છે.”
“ધર્મની સાચી સમજ નહિ હોવાને કા૨ણે મેં આજ દિવસ સુધી મારા સ્વાર્થને પોષનાર વ્યક્તિઓને જ મારા મિત્રો માનેલા, મને અનુકૂળતા કરી આપે તેને જ મેં મારા સ્નેહી, સ્વજનો માન્યા હતા, અને મારું લાલન-પાલન કરે તેને જ મેં મારા કુટુંબીઓ માન્યા હતા. મારા સ્વાર્થમાં જેઓ બાધક બને તેમને હું મારા શત્રુ માનતો હતો, મારી ઈચ્છા વિરુદ્ધ વર્તે તેમને હું પરાયા માનતો હતો.. પરાયા માનીને તમારા સુખ-દુ:ખનો મેં કદી વિચાર પણ કર્યો નહોતો. બલ્કે, મારા કે મારા ગણાતાં સ્નેહી, સ્વજનો કે કુટુંબીઓના સુખ ખાતર મેં તમારા જેવા અનેકને ઘણાં દુ:ખો આપ્યાં છે, ઘણી રીતે પીડા પમાડી છે, હવે હું ધર્મને સમજ્યો છું. હવે મારામાં આત્મવત્ સર્વભૂતેષુ ની ભાવના જાગૃત થઈ છે. આથી મને આખું વિશ્વ કુટુંબ જેવું લાગે છે. જગતના સર્વ જીવો મિત્ર સમાન દેખાય છે. સર્વના હિતની ભાવના મારા હૃદયમાં પ્રગટી છે. હવે મારા હૃદયમાં સર્વ પ્રત્યે મૈત્રીભાવ છે, મને કોઈના પ્રત્યે લેશ પણ વૈરભાવ નથી, હૈયામાં કોઈના પ્રત્યે દ્વેષ, અણગમો કે અરુચિ નથી.”
આ ગાથા દ્વારા મૈત્રીભાવ જણાવાયો છે. ધર્મનો મુખ્ય પાયો મૈત્રીભાવ છે. મૈત્રીના કારણે દુ:ખી જીવોને જોઈ કરુણાભાવ પ્રગટે છે, ગુણવાન આત્માને જોઈ