________________
૨૫૬
સૂત્રસંવેદના-૪
પ્રમોદ થાય છે, અને અજ્ઞાની-અવિવેકી જીવો પ્રત્યે માધ્યસ્થભાવ પ્રગટે છે. મૈત્રી', પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થ : આ ચાર ભાવો સાધનાનો પાયો છે, જેનું અહીં મંડાણ થાય છે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
“મેં દરેક જીવોને ક્ષમા આપી અને દરેક જીવ પાસે ક્ષમા માગી; પણ હે પ્રભુ ! હવે એવી કૃપા કરો કે મારો આ ભાવ માત્ર શાબ્દિક ન રહે, અલ્પકાલિન ન બને, નિમિત્તોની હાજરીમાં તે મરી ન પરવારે ! આપના પ્રભાવે મારી ચિત્તભૂમિ એવી નિર્મળ બને, મારું મન એવું સાત્ત્વિક બને કે તે પુન: ક્યારેય વૈરભાવ કે દ્વેષભાવથી ખરડાય નહિ. ગમે તેવા નબળા નિમિત્તોમાં પણ કોઈને. હું અપરાધી કે અન્યાયી ન માનું; દરેક સંયોગમાં હું મારી જાતને મિત્રોથી પરિવરેલ જો; સૌ તરફથી મારું સારું જ થઈ રહ્યું છે તેમ માનું; સૌના ઉપકારને સતત સ્મરણમાં રાખું; આવુ બળ પ્રભુ ! મને આપજે...*
અવતરણકા :
આ સૂત્રનો ઉપસંહાર કરી, અંતિમ મંગલ કરતાં જણાવે છે
ગાથા :
एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुर्गाछिअं सम्मं । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥ ५०।।
અન્વય સહિત સંસ્કૃત છાયા ઃ
एवम् सम्यक् आलोच्य, निन्दित्वा गर्हित्वा जुगुप्सित्वा । त्रिविधेन प्रतिक्रान्तः अहम् चतुर्विंशतिम् जिनान् वन्दे ।। ५० ।।
ગાથાર્થ :
આ પ્રમાણે (અતિચારોની) સમ્યક્ પ્રકારે આલોચના, નિંદા, ગર્હા અને જુગુપ્સા કરીને મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરતો હું ચોવીસે જિનને વંદન કરું છું.
1 સદ્ધર્મધ્યાનસંધ્યાન - શ્વેતવઃ શ્રીનિનેશ્વરે ।
मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्त्रो भावनाः पराः ।। १ ।। मैत्रीप्रमोदकारुण्य- माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुम् तद्धितस्य रसायनम् ।।२।।
- શાન્ત સુધારસ ૧૩મી ઢાળ
- શાન્ત સુધારસ ૧૩ મી ઢાળ