________________
સાતમું વ્રત
૧૩૭
આ ઉદ્દેશને સામે રાખી પોતાની શક્તિ અનુસાર ભોગ અને ઉપભોગની વસ્તુઓમાં સંખ્યાદિરૂપે પ્રમાણ નક્કી કરવું અર્થાત્ ભોગ્ય-ઉપભોગ્ય વસ્તુઓને અમુક મર્યાદા કરતાં અધિક પ્રમાણમાં ન ભોગવવી તેવો સંકલ્પ કરવો, તે ભોગોપભોગપરિમાણ વ્રત છે; તથા ભોગ-ઉપભોગનાં સાધનો જેનાથી પ્રાપ્ત થાય છે તે ધનના ઉપાર્જન માટે જેમાં મહારંભ-સમારંભનાં પાપો થાય છે, તેવા વ્યાપાર-ધંધામાં જતા મનને રોકવા, કર્માદાનના ધંધા તો ન જ કરવા તેવો નિયમ કરવો, તે પણ “ભોગપભોગપરિમાણ વ્રત છે. આ પ્રકારે આ વ્રત બે વિભાગમાં વહેંચાયેલું છે.
૧. ભોજન, વસ્ત્ર, અલંકાર આદિ ભોગોપભોગની સામગ્રીના સંખ્યાદિ નિયંત્રણરૂપ ૨. વાણિજ્યના નિયંત્રણરૂપ
આ વ્રતનો સ્વીકાર કરનાર શ્રાવક પોતાના નિર્મળ વ્રતનું અણીશુદ્ધ પાલન કરવા ભોગ-ઉપભોગની અનર્થકારિતાનો સતત વિચાર કરે છે. ભોગ-ઉપભોગની દુઃખકારિતા?
ભોગ-ઉપભોગ મને સુખ આપશે' એવા ભ્રમથી પ્રેરાઈને જીવને સતત પાંચે ઈન્દ્રિયોના વિષયો મેળવવાની ઈચ્છા થયા કરે છે. આ ઈચ્છા ભોગસામગ્રી પ્રાપ્ત થતાં પણ સંતોષાતી નથી, પરંતુ તે નવી અનેક ઇચ્છાઓને જન્મ આપે છે. પુન: તે નવી ઇચ્છાઓની પૂર્તિ માટે જીવ ભૂતની જેમ ભટકે છે, પરંતુ પોતાની અનંત ઈચ્છાઓ તૃપ્ત થાય તેટલા પ્રમાણમાં ભોગ સામગ્રીઓ તેને ક્યારેય મળતી નથી; અને કદાચ પુણ્યના સહારે થોડી મળે તોય તેનાથી ક્યારેય સાચું સુખ મળતું નથી. આથી શ્રાવકે સમ્યગુજ્ઞાનના સહારે પોતાની ઇચ્છાઓનું નિયમન જ કરવું જોઈએ; પરંતુ વિષયોના ભોગવટા દ્વારા ઇચ્છાઓને શમાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવો જોઈએ. આ જ વાતને જણાવતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે -
ઇન્ધન ઉમેરવાથી જેમ અગ્નિ શમતો નથી, તેમ પાંચ ઇન્દ્રિયોના વિષયો વડે ભોગની ઇચ્છા કદી નાશ પામતી નથી; ઊલટી ઉલ્લસિત થયેલી તે પુન: વધુ ઉગ્રરૂપ ધારણ કરે છે.” 1 વિવેક શીયતે શાનો, નેન્યનેવિ પાવા પ્રયુત પ્રસંmણૂક પોપવર્જીત - અધ્યાત્મનાર (ગષ્ય. ૧થા-૪)