________________
સૂત્રસંવેદના-૪
નિમ્પમળે એટલે જવાનું કે ત્યાંથી નીકળવાનું થયું હોય, ઢાળે એટલે ત્યાં ઊભા રહેવાનું કે ચંમળે એટલે ત્યાં આમ તેમ ફરવાનું થયું હોય, આ સર્વ કારણે મારા વ્રતમાં જે માલિન્ચ થયું હોય, મારી શ્રદ્ધા થોડી પણ ડગી હોય, તે સર્વ દોષોનું હું પ્રતિક્રમણ કરું છું.
અશ્મિઓને - દબાણથી.
પોતે સમ્યક્ત્વ વ્રત સ્વીકારેલ છે તેવો પૂર્ણ ખ્યાલ હોવા છતાં, રાજા આદિ અધિકારપ્રાપ્ત લોકોના દબાણ વગેરે કારણોથી મિથ્યામતિઓના સ્થાનમાં જવુંઆવવું પડે તેને અભિયોગ કહેવાય છે. આવા અંભિયોગના છ પ્રકારો છે. તે આ રીતે –
၄၆
(૧) રાજાભિયોગ
(૨) ગણાભિયોગ
રાજાના દબાણથી કોઈ કામ કરવું પડે.
- લોક-સમૂહના, દબાણથી કે કુટુંબના આગ્રહથી કોઈ કામ કરવું પડે.
(૩) બલાભિયોગ
- વધારે બળવાનના દબાણથી કોઈ કામ કરવું પડે.
(૪) દેવાભિયોગ
- દેવતાઓનાં દબાણથી કોઈ કામ કરવું પડે.
(૫) ગુરુ-અભિયોગ - માતા-પિતાદિ વડીલોના દબાણથી કોઈ કાર્ય કરવું પડે.
(૬) વૃત્તિકાંતારાભિયોગ - જંગલ આદિમાં કોઈ પ્રાણાન્ત કષ્ટ આવે અગર આજીવિકાનો નિર્વાહ કરવાની ભારે મુશ્કેલી આવે, તેવા ‘વિકટ પ્રસંગને' કાન્તા૨વૃત્તિ કહેવાય છે અર્થાત્ તેવો પ્રાણના સંકટનો પ્રસંગ આવે અને તે માટે કાંઈ કામ ક૨વું પડે.
-
આવા કોઈપણ કારણસર મિથ્યામતિઓનાં સ્થાનોમાં જતાં-આવતાં આ વ્રતમાં કોઈ દોષ થયો હોય તો તે સર્વ દોષોનું હું પ્રતિક્રમણ કરું છું.
નિયોને - ફરજથી.
પોતે જે રાજકીય, સામાજિક કે નોકરી-ધંધાના પદ ઉપર આરૂઢ હોય તે પદની ફરજ કે અધિકારથી મિથ્યાદ્દષ્ટિઓનાં સ્થાનોમાં જવું આવવું પડે તેને નિયોગ કહેવાય છે. તેનાથી સમ્યગ્દર્શનમાં જે અતિચાર લાગ્યો હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.