________________
ભૂમિકા
દિવસ આવશે કે હું જાત ઉપર નિયંત્રણ રાખી આવી કુચેષ્ટાઓથી પાછો વળીશ ? ખરેખર, ધિક્કાર છે મને કે ગુરુ ભગવંતની પાસે પાપ નહિ કરું તેવું કહી, હું પાછું તે જ પાપ કરી બેસું છું.” એવા પરિણામો હશે, તો કદાચ ક્રિયાથી તે જ પાપ થશે તો પણ ભાવમાં ચોક્કસ ફરક પડશે. આથી જો પ્રતિક્રમણ કર્યા પછી પુનઃ પાપ થાય, પણ તે પાપ કરવા જેવું ન મનાય, તો તે પાપનું પ્રતિક્રમણ અપવાદથી પણ પ્રતિક્રમણ બની શકે; પરંતુ જો આવો કોઈ સંકોચ ન હોય, “આવું તો પાપ કરવું જ પડે, આવું પાપ કર્યા વિના સંસારમાં ન રહેવાય, ગુરુ ભગવંત તો કહ્યા કરે જ પણ જે કરવું જ પડે એ તો કરવું પડે ને ! અત્યારે પાપ કરી લઈએ, પછી આલોચના લઈ લઈશું.” આવા પરિણામોવાળા જીવો કુલાચારથી કે ગતાનુગતિકપણે પ્રતિક્રમણ કરે, તોપણ તેનું પ્રતિક્રમણ, પ્રતિક્રમણ નથી. પાપના ડંખ વગર, હું ખોટું કરી રહ્યો છું એવા ભાવ વગર, પુનઃ પુનઃ ભૂલ થતી જ રહે, તો પ્રતિક્રમણની આ ક્રિયાનો ફાયદો શું? આથી જ તો શાસ્ત્રકારોએ આવી પ્રતિક્રમણની ક્રિયાને ધર્માનુષ્ઠાન નહિ પણ માયાપૂર્વકનું જૂઠાણું (માયામૃષાવાદ) કહ્યું છે.
આથી જીવનમાં ઘર કરી ગયેલા દોષોને દૂર કરી જેને ગુણો પ્રગટાવવા હોય, તેણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે કદાચ આપણે ઉત્સર્ગમાર્ગનું “પાપ ન કરવું” એવું પ્રતિક્રમણ ન કરી શકીએ, તોપણ જે પાપનું પ્રતિક્રમણ કર્યું છે તે પાપ તો પુનઃ કરવા જેવું છે એમ માની રાચી-માચીને ન જ કરીએ, અને કદાચ પાપ થઈ જાય તો પણ ગુરુ ભગવંત પાસે હૈયાની સરળતાપૂર્વક તેની આલોચના કરીએ, તો આપણું પ્રતિક્રમણ અપવાદથી પણ પ્રતિક્રમણ બની શકે. નહિ તો, એક બાજુ આ ખોટું કર્યું છે એમ બોલી પ્રતિક્રમણ કરીએ અને બીજી બાજુ પાપ કરવા જેવું માની પાપ કરીએ, તો આપણી આ પ્રતિક્રમણની ક્રિયા નટના નાટક જેવી બની જાય. વર્તમાનનું પ્રતિક્રમણ :
સામાન્યથી વિચારતાં, જ્યારે પણ આત્મા ક્રોધાદિ પાપથી પાછો વળી ક્ષમાદિ ભાવોમાં સ્થિર થાય છે, ત્યારે જ ખરેખર તેનું પ્રતિક્રમણ થાય છે; તો પણ વર્તમાન વ્યવહારમાં દિવસ કે રાત્રિના અંત ભાગે ગણધરરચિત સૂત્રોના સહારે પોતાના પાપની ગવેષણા કરી, પાપથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાની જે ક્રિયા કરાય છે, તેને પ્રતિક્રમણ કહેવાય છે.
જો કે પ્રતિક્રમણ છે આવશ્યકમાંનું એક આવશ્યક છે, છતાં પણ શાસ્ત્રોમાં છએ આવશ્યકના સમૂહ માટે પણ પ્રતિક્રમણ શબ્દનો પ્રયોગ કરાય છે. ત્યાં (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ સ્તવ (ચઉવિસત્યો), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ,