________________
ચોથું વ્રત
૧૧૫
વેદમોહનીયકર્મના ઉદયથી ચિત્તમાં વર્તતી પ્રબળ કામવૃત્તિને સંતોષવા માટે અને તેનાથી સર્જાતા અન્ય અનર્થોથી બચવા માટે પોતાની સ્ત્રીમાં સંતોષ માની એટલે કે પોતાની સ્ત્રીમાં પણ મર્યાદા બાંધીને - અન્ય સર્વ સ્ત્રીના સંસર્ગનો ત્યાગ કરવો તે સ્વદારાસંતોષ - પરસ્ત્રીગમનવિરમણ વ્રત છે.
આ વ્રતનો સ્વીકાર કરીને પણ શ્રાવક હંમેશાં વિચારે કે “આ અબ્રાની કિયા તો વાસનારૂપી મહાઅગ્નિને શમાવવા માટે બળતામાં ઘી હોમવા જેવી છે. આ સાચું સુખ નથી, માત્ર દુ:ખની, ક્ષણિક હળવાશ છે. સાચું સુખ તો બ્રહ્મચર્યમાં છે. મૈથુનનું સુખ તો કિપાક ફળ જેવું છે. કિપાક ફળ ભોગવતાં મધુર લાગે છે, પણ તેનું પરિણામ ભયંકર છે. તે જ રીતે આપાતથી (ઉપરછલ્લી રીતે) મધુર લાગતું આ સુખ પરિણામે મહાભયંકર છે. વળી, જે સ્ત્રીમાં મારું મન આસક્ત થાય છે તેનું અંતરંગ સ્વરૂપ તો મારા જેવું જ છે, અને બાહ્યથી દેખાતું આ શરીર તો લોહી, માંસ, હાડકાં અને વિષ્ટા આદિનો પિંડ છે. અશુચિભર્યા આવા પિંડમાં મારે શા માટે આસક્તિ રાખવી ? વળી, જ્ઞાની પુરુષોએ કામને એટલે કે ભોગની આસક્તિને શલ્ય, વિષ, સાપ વગેરેની જેમ ભાવ્યાણનો ઘાતક કહ્યો છે.”
આ રીતે કામની ભયંકરતાને વિચારતો શ્રાવક શક્ય તેટલું આ પ્રવૃત્તિથી પાછો વળે, અને જ્યારે અશક્ય લાગે ત્યારે પણ પરિમિત સમય માટે, મનની વિરક્તિને જાળવવાના યત્નપૂર્વક સ્વસ્ત્રીના સંગથી સંતોષ માને. - આ વ્રત પણ પ્રથમ વ્રતનું પૂરક છે; કેમ કે એક જ વાર મૈથુનક્રિયા કરવાથી ૨ લાખથી ૯ લાખ ગર્ભજ પંચેન્દ્રિય તથા અસંખ્યાતા બેઈન્દ્રિય અને અસંખ્યાતા સમૃમિ પંચેન્દ્રિય જીવોનો વિનાશ થાય છે, અને આ ક્રિયાથી મન રાગાદિ • 3. सल्लं कामा विसं कामा, कामा आसी विसोवमा
કામે પત્થમા, મામા નંતિ કુમારું પારકા - શ્રી ક્રિય-નવ-શત 4. मेहूणसन्नारूढो नवलक्ख हणेइ सुहुमजीवाणं तित्थयरेणं भणियं, सदहियव् पयत्तेणं ।।८६।।
- संबोधसत्तरी કામશાસ્ત્રના રચયિતા વાત્સ્યાયન પણ કહે છે કે - રા: મા સૂક્ષ્મા:, કૃધ્ધિવશવઃ | जन्मवर्त्मसु कण्डूति, जनयन्ति तथाविधाम् ।।८।। સ્ત્રીના રુધિરમાંથી ઉત્પન્ન થતા, અલ્પ-મધ્ય અને વિશેષ શક્તિવાળા, ચક્ષુથી નદેખી શકાય તેવા બારીક જીવો-કડાઓ, પોતાની શક્તિ પ્રમાણે) સ્ત્રીને યોનિમાં (ગુહ્ય અંગમાં) તથા પ્રકારની (વિષયની) ખરજ (ચળ) ઉત્પન્ન કરે છે.
- योगशास्त्र