________________
૧૧૪
સૂત્રસંવેદના-૪
વિશેષાર્થ :
चउत्थे अणुव्वयम्मी, निच्चं परदार- गमण - विरईओ અણુવ્રતના વિષયમાં સદા માટે પરસ્ત્રીગમનની વિરતિથી,
-
ચોથા
સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં ચોથું વ્રત ‘સ્થૂલ મૈથુનવિરમણ વ્રત' છે. સ્ત્રીપુરુષના યુગલથી કરાતી કામક્રીડા તે મૈથુનક્રિયા છે. તેનાથી અટકવું તે મૈથુન વિરમણ વ્રત છે. આ મૈથુનક્રિયા સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે. તેમાં વેદમોહનીયકર્મના ઉદયથી ઈન્દ્રિયો અને મન જે કાંઈક વિકારવાળાં થાય છે, પરંતુ વચન કે કાયાની તેવી કુપ્રવૃત્તિ થતી નથી, તેને સૂક્ષ્મ મૈથુન કહેવાય છે; તથા ઔદારિક શરીરવાળી માનવીય સ્ત્રીઓ અને વૈક્રિય શરીરવાળી દેવાંગનાઓ સાથે મન, વચન, કાયાથી જે સંભોગક્રિયા થાય છે, તેને સ્થૂલ મૈથુન' કહેવાય છે. બ્રહ્મચર્યનું સ્વરૂપ :
સર્વ પ્રકારે મૈથુનના ત્યાગને બ્રહ્મચર્યવ્રત કહેવાય છે. ‘બ્રહ્મચર્ય' શબ્દની વ્યાખ્યા છે ‘વ્રહ્મળિ ચર્ચતે કૃતિ દ્રહ્મચર્યમ્'. ‘મન અને ઈન્દ્રિયોના સર્વ વિકારોથી ૫૨ થઈ આત્મભાવમાં ૨મવું' તે જ વાસ્તવમાં બ્રહ્મચર્ય છે. આ પ્રકારે બ્રહ્મચર્યવ્રતનું પાલન અપ્રમત્તભાવને પામેલા મહામુનિઓ જ કરી શકે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો સામે હોવા છતાં વાસનાવૃત્તિથી, સંપૂર્ણપણે ૫૨ રહી આત્મભાવમાં લીન રહેવાનું કાર્ય તો સ્થૂલભદ્રજી જેવા કોઈ વિરલ મહાપુરુષ જ કરી શકે છે.
સમ્યગ્દર્શનગુણને વરેલો શ્રાવક સમજે છે કે આત્મભાવમાં રમવારૂપ બ્રહ્મચર્યનું પાલન કરવું તે જ મારો સ્વભાવ છે, તેમાં જ સાચું સુખ છે, મુક્તિનો ઉપાય પણ આ જ છે; તો પણ શ્રાવક જાણે છે કે પોતાનું એવું સામર્થ્ય નથી કે આ વ્રતનો સ્વીકાર કરી તેનું અખંડ પાલન કરી શકે. તેથી પોતાનામાં આ વ્રતપાલનનું સામર્થ્ય પ્રગટે તે માટે તે ‘સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણ' રૂપ ચોથા વ્રતનો સ્વીકાર કરે છે.
1 पुंस्त्रीरुपं मिथुनम् । मिथुनस्य भावः कर्म्म वा मैथुनम् । तदपि द्विविधं स्थूलं सूक्ष्मं च । तत्र भेदद्वये इदं सूक्ष्मं यदुत - इन्द्रियाणां चक्षुरादीनां मनोविकारजनितं किञ्चिद् विकृतमात्रमाविर्भवति, न पुनर्वाक्कायिकी कुप्रवृत्तिः, इदं च प्राय: सर्वथाऽब्रह्मवर्जकः । स्थूलं तु दम्पत्योः परस्परं સર્વાકુ સમ્મોરઃ ।।૪૨૦।। - हितोपदेश
2 બ્રહ્મચર્યની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર - ૨