________________
સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ
અવતરણિકા :
આ રીતે વ્રતવિષયક સામાન્ય અને વિશેષ અતિચારોની આલોચના, નિંદા અને પ્રતિક્રમણ તો શ્રાવક કરે છે; પરંતુ તેના માટે પ્રતિક્રમણની આ ક્રિયા હસ્તિસ્નાન” જેવી છે. હાથી જેમ એક બાજુ સ્નાનથી શુદ્ધ થાય છે અને બીજી બાજુ કાદવથી ખરડાય છે, તેમ શ્રાવક પ્રતિક્રમણ કરી એક બાજુ આત્માને શુદ્ધ કરે છે અને પુનઃ તેને પાપ તો કરવું જ પડે છે; તો આ રીતે પ્રતિક્રમણ કરવાથી ફાયદો શું? આવી શંકાનું સમાધાન કરતાં જણાવે છે –
ગાથા :
सम्मद्दिट्टी जीवो, जइ वि हु पावं समायरइ किंचि ।
अप्पो सि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ।।३६।। અન્યવ સહિત સંસ્કૃત છાયા : सम्यग्दृष्टिः जीवो यद्यपि खलु किञ्चित् पापं समाचरति । .
येन निद्धंधसं (निदर्य) न कुरुते तस्य बन्धो अल्पो भवति ।।३६ ।। ગાથાર્થ :
સમ્યગ્દષ્ટિ જીવ જોકે કિંચિત્ = થોડું પાપ આચરે છે; પરંતુ જે કારણથી