________________
ત્રીજું વ્રત
૧૦૭
અનુપયોગી એવા કોઈપણ ભાવને ગ્રહણ કરવા તે ત્રીજા વ્રતમાં દોષસ્વરૂપ છે, એ પણ ખાસ લક્ષ્યમાં લેવું.
શ્રાવકમાં એવું સત્ત્વ નથી હોતું કે તે ચારે પ્રકારના અદત્તનો ત્યાગ કરી શકે, તોપણ તે માટેના સામર્થ્યને પ્રગટાવવા તે આ ચાર પ્રકારના અદત્તમાંથી માત્ર સ્વામી અદત્તની પ્રતિજ્ઞા કરે છે.
આ સ્વામી અદત્ત પણ સ્કૂલ અને સૂક્ષ્મભેદથી બે પ્રકારનું છે. તેમાં સ્કૂલથી સ્વામી અદત્ત” તેને કહેવાય કે જે વસ્તુ લેવાથી લોકમાં “આ ચોર છે' એવો વ્યવહાર કરવામાં આવે. જેમ કે કોઈનું ધન પડાવી લેવું, કોઈના ઘર, દુકાન કે હોટલ આદિ સ્થળેથી કાંઈ ઉપાડી લેવું, છેતરપીંડી કરવી વગેરે. અને સૂક્ષ્મથી સ્વામી અદત્ત તેને કહેવાય કે જે અદા ગ્રહણ કરવાથી સમાજ “ચોરીનો આરોપ નથી કરતો, તેવી બીનવારસી વસ્તુ કે સંપત્તિ અથવા રસ્તામાં પડેલી અનાયાસે પ્રાપ્ત થયેલી કોઈ મામુલી ચીજ વસ્તુઓ વગેરે અનધિકાર મેળવી લેવી.
ગારિયમપ્રત્યે રૂલ્ય પમાયણસરો - પ્રમાદના કારણે અપ્રશસ્તભાવનો ઉદય થયે છતે, અહીં = ત્રીજા વ્રતમાં, જે કાંઈ) વિપરીત આચરણ કર્યું હોય (‘તેનું હું પ્રતિક્રમણ” કરું છું.)
આ વ્રતનો સ્વીકાર કર્યા પછી ક્યાંક સાવધાની ન રહેવાથી, અકાર્ય કરાવે તેવા લોભાદિ કષાયનો ઉદય થાય ત્યારે, વ્રત દૂષિત થાય તેવું અપ્રશસ્ત આચરણ થઈ જાય છે. આવું ન બને તે માટે શ્રાવક ચોરી નહીં કરવાના ફાયદા, અને ચોરી કરવાથી આ ભવ અને પરભવમાં પ્રાપ્ત થતા કટુ વિપાકોનો વિચાર કરી મનને એવું તૈયાર કરે છે કે જેથી ક્યારેય ચોરી કરવાની વૃત્તિ જ પેદા ન થાય.
આ વ્રતપાલનથી સર્વત્ર વિશ્વાસ, પ્રશંસા, ધનવૃદ્ધિ, મનની પ્રસન્નતા, 1. अदत्तस्य तत्स्वामिनाऽननुज्ञातस्य वस्तुनः समादानमदत्तादानम् तशस्थूलसूक्ष्मभेदाद् द्विविधम् ।
तत्र वृक्षावधिपतिमननुज्ञाप्य तच्छायाद्यवस्थानमपि सूक्ष्ममदत्तम् । एतच प्रायः सर्वविरतिविषयम् । स्थूलं तु सन्धिदानाद्यन्यद् वा यतश्चौरकारनृपनिग्रहादयः प्रवर्तन्त इति ।।४१८ ।।
- हितोपदेश તેના સ્વામીની અનુજ્ઞા વગર નહીં આપેલી વસ્તુનું ગ્રહણ કરવું તે અદત્તાદાન છે. આ અદત્તાદાન સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારનું છે. તેમાં વૃક્ષના અધિપતિની અનુજ્ઞા મેળવ્યા વિના તેની છાયામાં રહેવું તે પણ સૂક્ષ્મ અદત્તાદાન છે. આ પ્રાયઃ સર્વવિરતિનો વિષય છે, અને સ્કૂલ અદત્તાદાન એટલે ખાતર પાડવું આદિ જેના કારણે ચોર તરીકે રાજાના દંડ આદિ પ્રવર્તે છે.