________________
: ૧૯ઃ આ આપણે પ્રસ્તુત ગ્રંથ પણ એક અદ્વિતીય ગ્રંથ છે. સંસ્કૃતભાષાને અભ્યાસ કરી પુણ્યક શ્રી સિદ્ધષિને મૂળ ગ્રંથ વાંચવા જેવો છે. એ વાંચીએ તો જ એની વાસ્તવિકતાને ખ્યાલ આવી શકે. એ વિના એને આહલાદ કયાંથી માણી શકાય?
કથા સર્વ ધર્મ અને સર્વ દેશના છે. તેને દિશા કે કાળના બંધન હોતા નથી. એનું પ્રભુત્વ સર્વત્ર વ્યાપક છે. સર્વદા સર્વત્ર હતું અને રહેશે. કારણ કે માનવમનમાં એક અનુકરણ કરવાની આગવી ખાસીયાત હોય છે. વાર્તાઓ ઉપરથી પોતાના વિચારને બંધબેસતી વાતોવાળી કથાઓના નાયકના જીવનને એ આદર્શ ગણતો હોય છે. ધીમે ધીમે તપ થવા ઈચ્છા રાખતા હોય છે. વિશિષ્ટ સત્ત્વની અલ્પતાવાળા આમા આદર્શ પુરૂષોની હરોળમાં આવી શકતા નથી પણ એના જીવને જીવનમાં મૂકવા જેવું કે એમના વચને પ્રમાણે જીવન જીવવા જેવું તો જરૂર માને છે.
કથાસાહિત્યને દીપકની જ્યોત સાથે સરખાવી શકાય તેમ છે. ભલભલા તર્ક-કશને પણ કથા ઘણી વાર ઉંડી અસર ઉભી કરી દે છે. આદર્શ જીવનવાળાની આદર્શ કથા સાંભળી ઘણુના જીવન પરમ પંથે વળેલાં સાંભળવા મળે છે.
આચાર્ય પુરન્દર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા બૌદ્ધો દ્વારા પિતાના બુદ્ધિમાન શિષ્ય હંસ અને પરમહંસના માર્યા જવાથી પ્રચંડ કેપે ભરાયા અને ચૌદસો ચુમ્માલીસ બૌદ્ધ ભિક્ષુઓને કાગડા બનાવી મંત્રથી ઉત્તમ બનેલા તેલભર્યા કડાહમાં તળી દેવા તીવ્ર આતુર બન્યા હતા, ત્યારે એમના ધર્મમાતા “યાકિની” મહરરાજીએ મહાપુરૂષ સન્મુખ ત્રણ ગાથા રજુ કરી હતી.
એ ત્રણ ગાથાઓમાં કષાયોથી ભડભડ ભડકે બળતા અગ્નિ