Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પોસહ લેવાનું સૂત્ર ૩૭ અશુભ પ્રવૃત્તિ કરનાર કષાયાત્માનો હું ત્યાગ કરું છું.
(૬) સૂત્ર-પરિચય ગૃહસ્થ-ધર્મમાં પાંચ “અણુવ્રતો અને ત્રણ “ગુણવ્રતો” ઉપરાંત ચાર પ્રકારનાં “શિક્ષાવ્રતો” ફરમાવવામાં આવ્યાં છે : “(૧) સામાયિક, (૨) દેશાવકાશિક, (૩) પોષધોપવાસ અને (૪) અતિથિ-સંવિભાગ.” આ ચારે શિક્ષાવ્રતનો મુખ્ય ઉદ્દેશ સાધુ-જીવન કે સમતામય જીવન કેળવવાનો છે, એટલે પોષધોપવાસનો મુખ્ય ઉદ્દેશ પણ તે જ છે.
આ વ્રત શ્રાવકો કેવી ભાવનાથી કેવી રીતે ગ્રહણ કરતા ? તેનો કેટલોક ખ્યાલ ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણવેલા શ્રમણોપાસક આનંદના જીવન પરથી આવે છે. તેમાં જણાવ્યું છે કે :
અણુવ્રતો અને ગુણવ્રતો પાળતાં, દોષ વગેરેમાંથી વિરમતાં, જુદા જુદા ત્યાગના નિયમો અનુસરતાં અને પોષધવ્રતના ઉપવાસોથી આત્માને બરાબર કેળવતાં આનંદ શ્રમણોપાસકનાં ૧૪ વર્ષો વ્યતીત થયાં. પંદરમાં વર્ષમાં એક વાર મધ્યરાત્રે જાગરણ કરી તે ધર્મ-ચિંતનમાં બેઠા હતા, તેવામાં તેમને આ પ્રમાણે વિચાર આવ્યો :
“હું આ વાણિજયગ્રામમાં ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, અને મારા કુટુંબનો પણ આધાર છે. તેથી આવતી કાલે સૂર્ય ઊગતાં મારા કુટુંબીઓને ભોજનનું નિમંત્રણ આપીને ભેગાં કરી, તેમની સમક્ષ મારા મોટા પુત્રને આ બધો ભાર સોંપું; પછી પુત્રની તથા સૌની રજા લઈ કોલ્લાક પરામાં જાઉં અને જ્ઞા(ત) વંશીઓના મહોલ્લામાં આવેલી (મારી) પોષધશાળાને જોઈ-તપાસી, તેમાં રહું; અને ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરું. એ જ મારા માટે હિતકર છે.”
આવો વિચાર કરી આનંદે બીજે દિવસે વહાણું વાતાં ભોજનનું નિમંત્રણ આપી પોતાનાં સગાં-સંબંધીઓને તેડાવ્યાં અને પુષ્કળ ભોજનસામગ્રી તૈયાર કરાવીને તેમની સાથે ભોજન કર્યું. ત્યારબાદ તેણે બધાં સગાં-વહાલાંઓનું ફૂલ-હાર વગેરેથી સન્માન કરી તેમની સમક્ષ પોતાના જયેષ્ઠ પુત્રને બોલાવ્યો અને કહ્યું કે “હે પુત્ર ! હું આ વાણિજયગ્રામમાં ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું અને કુટુંબનો પણ આધાર છું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org