Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પોસહ લેવાનું સૂત્ર ૩૫ પતિ વા વારે ઉત્ત, સળે મહોત્તિ વંધવારી મવતિ ' “બ્રહ્મચર્ય પોષધ ‘દેશ” અને “સર્વ'થી થાય છે.
“દેશ' વિશે ધર્મસંગ્રહ પૂર્વભાગ પૃ. ૮૮ માં કહ્યું છે કે :- વિર્ય पोषधोऽपि देशतौ दिवैव रात्रावेव सकृदेव द्विरेव वा स्त्रीसेवां मुक्त्वा ब्रह्मचर्य करणं ।
ભાવાર્થ-“મૈથુનનો દિવસે જ ત્યાગ કરવો કે રાત્રિમાં એક યા બેથી વધારે વાર સ્ત્રીસેવનનો ત્યાગ કરવો તેને દેશથી બ્રહ્મચર્ય-પોષધ કહ્યો છે.”
-ધર્મસંગ્રહ ભાષાં. પ્રથમ ભાગ પૃ. ૨૫૧. અબ્બાવાદ-પોસદં–અવ્યાપાર-પોષધ.
અવ્યાપાર-પોષધ બે પ્રકારે થાય છે : (૧) “દેશથી અને (૨) “સર્વથી. તેમાં અમુક વ્યાપારનો ત્યાગ કરવો, તે દેશ અવ્યાપાર-પોષધ કહેવાય છે અને સર્વ વ્યાપારનો ત્યાગ કરવો, તે “સર્વ અવ્યાપાર-પોષધ” કહેવાય છે. તે માટે આવશ્યક હરિ વું. પૃ. ૮૩૫ મામાં કહ્યું છે કે “મન્નાવાશે पोसधो दुविहो देसे सव्वे य, देसे अमुगं वावारं ण करेमि, सव्वे सयलवावारे હત્ન-સાડ-ઘર-પરમાતી આ રેપિ'-“અવ્યાપાર પોષધ' બે પ્રકારે થાય છે. દેશથી અને “સર્વથી. દેશ'માં “અમુક વ્યાપાર નહિ કરું,' એવું પ્રત્યાખ્યાન લેવાય છે, જ્યારે “સર્વમાં હળ નહિ હાંકું, ગાડું નહિ ચલાવું, ઘર-સંબંધી કામ નહિ કરું વગેરે સર્વ સાવદ્ય વ્યાપારોના ત્યાગનું પ્રત્યાખ્યાન કરાય છે.”
વડવિ૬ પોસદં–ચાર પ્રકારના પોષધને વિશે.
શ્રાવકના અગિયારમા વ્રતમાં પોસહનું વિધાન કરવામાં આવ્યું છે, તે ઉપર જણાવેલા ચતુર્વિધ પોષધનું છે. તેમાં દિવસના ચાર પહોરનો પોષધ હોય તો “દેશ” કે “સર્વથી આહારનો ત્યાગ કરવામાં આવે છે, “સર્વથી શરીરસત્કારનો ત્યાગ કરવામાં આવે છે, સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવામાં આવે છે અને સર્વ સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવામાં આવે છે; જ્યારે રાત્રિના ચાર પહોરનો પોષ હોય તો ચારે પ્રકારનો પોષધ “સર્વ'થી ગ્રહણ કરવાનો હોય છે, કારણ કે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં રાત્રિ-ભોજનનો ત્યાગ અપેક્ષિત છે.
આઠ પહોરનો પોષધ સાથે ગ્રહણ કરનારને ચાર પહોરના પોષધની માફક જ પ્રત્યાખ્યાન કરવાનું હોય છે. પ્રસ્તુત સૂત્ર વડે તે જાતનું પ્રત્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org