Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૬
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
કરવામાં આવે છે.
આવશ્યક હારિ. વૃ. પૃ. ૮૩૬ માં કહ્યું છે કે જેઓ ચાર પ્રકાર કે ચારમાંથી કોઈ એક પ્રકારનો પોષધ ‘દેશથી ગ્રહણ કરે તેને માટે સામાયિકનું પ્રત્યાખ્યાન વૈકલ્પિક-અનિશ્ચિત હોય છે, જ્યારે “સર્વથી પાપ વ્યાપાર ત્યાગ-પોષધ ગ્રહણ કરનાર માટે આવશ્યક-નિયમા-નિશ્ચયથી સામાયિકનું પ્રત્યાખ્યાન ઉચ્ચરવું જ જોઈએ. જો સામાયિકનું પ્રત્યાખ્યાન ન ઉચ્ચરે તો નિયમાં તેના ફળથી વંચિત રહે છે.
ધર્મસંગ્રહ પૂર્વભાગ પૃ. ૮૮ ભામાં કહ્યું છે કે :यदि परं पोषध सामायिक लक्षणं व्रतद्वयं प्रतिपन्नं मयेत्यभिप्रायात्फलवदिति।
ભાવાર્થ-“મેં પોષધ અને સામાયિક-એમ બે વ્રતો અંગીકાર કર્યા છે એવો કરનારના હૃદયમાં અભિપ્રાય હોય, તો પૌષધ અને સામાયિક બનેનું ફળ મળે છે. માટે બન્ને કરવાં સાર્થક છે.
છે કારણ કે પૌષધનું પચ્ચાણ ધૂલ રૂપે છે અને સામાયિક-વ્રત સૂક્ષ્મ રૂપે છે. અને પૌષધમાં સાવદ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ કર્યો હોય તે છતાં સામાયિક નહીં કરવાથી તેના લાભથી વંચિત રહે છે. માટે પૌષધ સાથે સામાયિક પણ કરવું જોઈએ. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૨પર
નવ વિવાં......વોસિરામિ-આ ભાગનો અર્થ-નિર્ણય કરેમિ ભંતે સૂત્રના અર્થ નિર્ણય મુજબ સમજવો.
(૫) અર્થ-સંકલના હે પૂજ્ય ! હું “પોષધ' કરું છું. તેમાં “આહાર-પોષધ” “દેશ'થી કે સર્વથી* કરું , “શરીર-સત્કાર-પોષધ” “સર્વથી કરું છું, “બ્રહ્મચર્ય-પોષધ' સર્વથી કરું છું અને “અવ્યાપાર-પોષધ” (પણ) “સર્વથી કરું છું. આ રીતે ચાર પ્રકારના “પોષધ'માં સ્થિર થાઉં છું. દિવસ કે અહોરાત્ર-પર્યત હું પ્રતિજ્ઞાને સેવું, ત્યાં સુધી મન, વચન અને કાયા વડે સાવદ્ય પ્રવૃત્તિ કરું નહિ કે કરાવું નહિ. હે ભગવંત ! અત્યાર સુધી તે પ્રકારની જે કાંઈ અશુભ પ્રવૃત્તિ થઈ હોય તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે અશુભ પ્રવૃત્તિઓને હું ખોટી ગણું છું. તે બાબતનો આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું અને હવે * જેવો પોષધ કરવો હોય તેવી ધારણા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org