Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પોસહ લેવાનું સૂત્ર ૦૩૩
(૪) તાત્પર્યાર્થ પોસદ-સુત્ત-જે સૂત્ર વડે પોષધની પ્રતિજ્ઞા લેવાય છે તેવું સૂત્ર. પોસદ-(પોષધ)-પોષધનું વ્રત.*
પોષથની સામાન્ય વ્યાખ્યા “પુષ્ટિ ધરે ધર્મસ્થ ઊંત પોષઃ'-“જે ધર્મની પુષ્ટિ કરે તે પોષધ' એ પ્રમાણે થાય છે અને શ્રીહરિભદ્રસૂરિએ તેનો અર્થ આ પ્રમાણે કરેલો છે : “જે કુશલ-ધર્મનું પોષણ કરે અને જેમાં શ્રીજિનેશ્વરદેવોએ કહેલા આહાર-ત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે, તે “પોષધ' કહેવાય છે.
શ્રીઉપાસકદશાંગસૂત્રામાં શ્રાવકના અગિયારમા વ્રતનું નામ ‘પોસહોવવા'-પોષધોપવાસ વ્રત છે, એટલે “પોષધના વ્રતમાં ઉપવાસની મુખ્યતા છે. કાલ-ક્રમે સંઘયણ(શરીર-બળ)ની હાનિ થતાં તથા ધૃતિ આદિ ગુણો ઓછા થતાં “પોષધ' દરમિયાન આયંબિલ, એકાસણ વગેરે કરવાની આચરણા છે અને તે કારણે “આહાર-પોષધ'ની પ્રતિજ્ઞા માત્ર “સર્વથી ન લેતાં “દેશથી કે “સર્વથી એમ લેવામાં આવે છે.
“પોષધ'એ સાધુ-જીવનનો અભ્યાસ કરાવનાર છે, તેથી તેને શિક્ષવ્રતમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે.
મહાર–પોસહં–આહાર-પોષધ.
આહાર-પોષધ' બે પ્રકારે થાય છે : (૧) “દેશથી અને (૨) ‘સર્વથી. તેમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ, નવી કે એકાસણું કરવું, તે
* ૩૫વસથ :- સમીપે ઉપવાસ. તેના વ નો ૩ થતાં “પોસથ' શબ્દ બને છે. આ ‘પોસથ' શબ્દમાંથી પ્રારંભનો ૩ ઊડી જતાં અને થ નો વિકલ્પ ૪ થતાં “સદ (પોષધ) શબ્દ બને છે. “૩૫વસથઃ' શબ્દ વૈદિક સંસ્કૃતિમાં વિશેષ વપરાયેલો છે,
જ્યાં તે પૂર્ણિમા કે અમાવાસ્યાના દિવસે ગુરુની સમીપે જઈને ઉપવાસપૂર્વક બેસવાનો અર્થ પ્રદર્શિત કરે છે. “પોથઃ' શબ્દ બૌદ્ધ સંસ્કૃતિમાં વિશેષ વપરાયેલો છે, જ્યાં તે પર્વ-દિવસે ઉપવાસ કરવાનો અર્થ બતાવે છે; અને “પોષ' શબ્દ નિગ્રંથ-પ્રવચન અર્થાત્ જૈન સંસ્કૃતિમાં વિશેષ વપરાયેલો છે, જયાં તે ઉપવાસપૂર્વકના સંયમી જીવનનું સૂચન કરે છે.
પ્ર.-૩-૩ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org