________________
વાતની નકલ કરી કોઈ વિદ્વાન મહર્ષિએ શુકદેવજીના બેધના નામથી સપ્તાહ વાંચવાને બતાવ્યું. અસ્તુ.
મહાપુરૂષના વચનથી સંસ્કારી આત્માનું શ્રેય થાય—એ વાત સંભવિત છે, પણ તે વાંચનાર બ્રાહ્મણ શુકદેવજીની દશાને કે તેની દશાના શતાંશપણાને પામે છે કે માત્ર આજીવિકાના પિષણ અર્થે પિતાનું પેટ ભરવાને ધંધે લઈ બેઠે છે? તેમજ શ્રવણ કરનાર પ્રશિક્ષિત રાજા જેવી જિજ્ઞાસા તથા પાત્રતા ધરાવે છે કે માત્ર કુલાચારની પ્રવૃત્તિથી ધર્મ માની મતાગ્રહનું પિષણ કરે છે? આ બાબતને વિચાર ન હોવાથી ગમે તેવા કૃત્ય કર્યા હેય વા કરતા હોઈએ; પરંતુ “સપ્તાહના શ્રવણમાત્રથી અમારે મેક્ષ થશે’ એમ માની સત્યશોધન અને સત્ય પામવાથી વિમુખ રહે છે. તેવી રીતે જૈનમાં શત્રુંજયમાહાસ્યના વાંચન માત્રથી જ મેક્ષ લેવા ધારી બેઠા છે. - શત્રુંજયમાહાસ્યના કર્તા મહાસમર્થ પૂર્વાચાર્યશ્રી ધનેશ્વરસૂરિ મહારાજે રચેલ ગ્રંથ શત્રુંજય માહાત્મ્ય–કે જેમાં શત્રુ ક્યા કયા છે? તેનો જય કેવી રીતે થાય ? એ અપૂર્વ બોધ છે. તે દશા પ્રાપ્ત કરવાને પર્વતનું સ્થાન એક ઉત્તમ નિમિત્તરૂપ છે. પહાડના એકાંત સ્થળમાં નિવૃત્તિથી કર્મ—શત્ર કેમ છતાય, તેને વિચાર સુગમતાથી થઈ શકે-જેથી તે મહાત્માએ પર્વતને તીર્થ (તરવાનું સાધન) માની તેવા સ્થળનું વર્ણન કર્યું છે. પરંતુ કર્મ-શત્રુને કેમ છત, તેનું લક્ષ્ય ભૂલાઈ જઈ માત્ર શત્રુંજય (પાલીતાણા) જઈ પાંચ પચીશ કે નવાણુ યાત્રા કરવાથી મેલ થાય છે એમ ઘણાની માન્યતા થઈ ગઈ છે. ભાષાંતરકર્તાએ શત્રુંજયમાહાત્મ્યમાં લખ્યું છે કે- તીર્થમાં પરમાત્માની પ્રતિમા સ્થાપન કરવાથી તીર્થકરગેત્ર બંધાય છે.” આ વાક્યને શબ્દાર્થથી ઉકેલી પાલીતાણાના ડુંગર ઉપર આરીઆ, ગોખલા અને છેવટે ભીત કતરી તેમાં હજારે પ્રતિમાઓ ભરાવવામાં આવી છે. તે ભરાવનાર જે બધા તીર્થક થાય, તો દુનિયામાં તીર્થકરે સમાવા પણ મુશ્કેલ થઈ પડે કેમકે જેનશાસ્ત્રની માન્યતા પ્રમાણે એક ક્ષેત્રમાં ચોવીશ તીર્થકર થાય. તેમાં (૫) ભરત, (૫) ઐરાવત અને (૫) મહાવિદેહ એમ પાંચ પચાશ ક્ષેત્રમાં થોડા ઘણા તીર્થકરેને સમાવેશ થાય, પણ લાખ મૂર્તિઓ ભરાવનાર લાખ તીર્થ
વો થાય એ વાત તે બુદ્ધિને બહેર કરે તેવી છે. પાષાણ, ધાતુ કે સોનારૂપાની મૂર્તિ ભરાવવાથીજ તીર્થકરપની પ્રાપ્તિ થતી હોય, તે તે તીર્થકરપદ આત્મશક્તિથી મળતું નથી, પણ મૂર્તિને ભરાવવાથી મળે છે. શાસ્ત્રમાં તે વાત લખી હોય, તો તેને આશય કે અદ્દભુત હોવો જોઈએ. કઈ જીવાત્મા