________________
પહાડી પ્રદેશમાં શિકાર માટે ફરતા હતા. એવામાં રસ્તે ભૂલી જવાથી તથા પિતાના સાથીઓ છુટા પડવાથી ડુંગરેની ખાણમાં રખડતાં સુધા તૃષાથી આકુળ-વ્યાકુળ બની સાંજના ચાર વાગે તે એક ખેડુતની વાડીપર ગયા. એટલે ખેડુતે પિતાના પૃથ્વી પતિ રાજકુમારને ઓળખી બે હાથ જોડી સન્મુખ આવી નમસ્કાર તથા આદરપૂર્વક એક સ્વચ્છ સ્થળે બેસાર્યા. તે વખતે ગ્રીષ્મઋતુ તથા આખા દિવસના પરિભ્રમણના પરિશ્રમથી તેમ સુધા તૃષાને લીધે અતિ વ્યાકુળ થતાં તેમને કંઠ સોસાઈ ગયું હતું. એટલે બેલવાની પણ તાકાત રહી ન હતી. ખેડુત પાસે ઇસારા (સંજ્ઞા) થી પાણી તથા ખાવાનું માગ્યું. ખેડુતે રાજકુમારની પીડા જાણી લીધી, એટલે તરત કુવામાંથી તે પાણીને લેટે ભરી આવ્યું. પાણી પીધા પછી કાંઈક શાંતિ વળતાં ખેડુત પાસે તેણે ખાવાનું માગ્યું, ત્યારે ખેડુતે કહ્યું-“અન્નદાતા ! આપને લાયક ખાવાનું અને મારી પાસે ક્યાંથી હોય? અમારી પાસે તે ઘંટીના પડ જેવા વા હથેળીની કેર જેવા જાડા રોટલા છે, કે જે ખાવાથી પણ આપને ત્રણ દિવસ તે અપચો થશે વા પેટમાં દુખશે. માટે હુકમ કરે તે અહીંથી બે કેશ ઉપર એક ગામડું છે, ત્યાંથી કાંઈક સારૂં ખાવાનું મળે તે લાવી આપું.” રાજકુમારે કહ્યું કેઆખા દિવસના પરિશ્રમથી મને તીવ્ર સુધા લાગી છે. મારાથી ક્ષણવાર પણ હવે સહન થાય તેમ નથી, માટે તારી પાસે જેવું ભોજન હોય તેવું હાજર કર.” કુમારના અત્યાગ્રહથી ખેડુતે પિતાની થાળીમાં એક રેટ તથા વાટકામાં થોડીક છાશ આપી. સુધાના બળથી સાકરના સીરાની માફક રોટલે મીઠે લાગવાથી વળી સાથે “તમાંરાકશતુમ છાશ લેવાથી તે આ રોટલો ઉઠાવી ગયા. કહે, તેજ રાજકુમાર જ્યારે પિતાના રસોડામાં વિવિધ પ્રકારનાં સ્વાદિષ્ટ ભેજને કરવા બેસે, ત્યારે તે રોટલામાંથી આખ તે નહિ પણ ચોથા વા છઠ્ઠા ભાગનો એક કટકે મૂકો હોય તે તેને ભાવશે ? નહિજ ભાવે. અરે! તેની સામે પણ તે નહિ જુએ. ત્યારે કહે રૂચિ અરૂચિભાવ રોટલા માં રહ્યો કે મનની કલ્પનામાં ? અર્થાત મનની ભાવનામાં જ છે. ખેડુતની થાળી લેટ અને વેટલે એ ત્રણે વસ્તુ રાજકુમારને દેખતાંજ અરૂચિ ઉપજાવે તેવી હતી; છતાં ક્ષુધાના બળથી અતિ આનંદ આપનાર થઈ પડી. - આ દષ્ટાંત ઉપરથી મનુષ્યોને એજ સમજવાનું છે કે જગતના પદાર્થોમાં સુખ દુઃખની માન્યતા કરી તેને આધીન થઈ રહેતાં પિતાની આત્મિક શક્તિને લય થઈ જાય છે. એક માણસને દુધ પાચન થાય છે અને બીજાને તે રેચક થાય છે. જે દુધમાં પાચનપણનો ગુણ હોય તે દરેકને પાચન થાય