________________
-
૩૧૭
નહિ. કારણ કે હીરો તથા ધુળ બને જડ છે, જ્ઞાન વગરની વસ્તુ છે અને અહીં તે અનંતજ્ઞાન દર્શનવાળી વસ્તુને સંબંધ જડ અજ્ઞાનાત્મક વસ્તુ સાથે થયે છે, એમ મનાયું છે. આ જમાનો એ નથી કે માણસો શાસ્ત્રમાં કહ્યું હોય અગર ગણાતા મહાત્મા પુરૂષ કહે એટલે માની લે. જે કારણ બતાવી સાબીત કરવામાં આવે તે જ માને તેમ છે. એટલે અનંત જ્ઞાન દર્શાત્મક એવું આત્માનું સ્વરૂપ બાંધવા કરતાં ફક્ત જ્ઞાન દર્શનવાળો એટલે કે જાણવા દેખવાની શક્તિવાળે એવું સ્વરૂપ બાંધવાનું એગ્ય જણાય છે. કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે જાણવા દેખવા સિવાય રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પ વિગેરે પણ આત્મા કરે છે. જે એમ માનવામાં આવે, તે પછી સિહના છો પણ રાગ દ્વેષ કરતાં હોવાં જોઈએ; પરંતુ તે રાગાદિ કાંઈ કરતાં નથી, એમ સિદ્ધને માનનારાઓ કબુલ કરે છે. એટલે રાગ દ્વેષ વિગેરે આત્માના નથી, પણ જડ કાર્પણ પુદ્ગલના છે, એમ નિર્વિવાદ સાબીત થાય છે. જેથી આત્માનું ઉપર બાંધેલ સ્વરૂપ વાસ્તવિક ઠરે છે અને રાગ દ્વેષ વિગેરે પણ કામણ પુદ્ગલ કરે છે, એમ સિદ્ધ થાય છે. હવે જડ કામણ પુદગલ જે જાણવામાં આવે છે, તે જડ હેવાથી તેને સ્વભાવ આત્માના સ્વભાવથી વિપરીત એટલે સડણ, પડણ, પૂરાવું, ગળાવું, રાગ, દ્વેષ, સંકલ્પ, વિકલ્પવિગેરે એવો છે. જડ પુદગલ તથા કામણ પુદ્ગલમાં તફાવત એ છે કે જે પુદ્ગલ જ્ઞાનવરણદિ આઠ પ્રકારના કર્મરૂપે રહ્યા છે તે કામણ પુદ્ગલ નીચે પ્રમાણે છે.
નામ. (૧) જ્ઞાનાવરણીય
જ્ઞાનને આવરણ કરવા ગ્ય (૨) દર્શનાવરણીય
દર્શનને આવરણ કરવા યોગ્ય. (૩) વેદનીય.
વેદ “જાણવું'દવા યોગ્ય, (૪) મેહનીય.
મોહ કરવા યોગ્ય “મુંઝાવું.” (૫) નામ.
કલ્પના, અમુક નામ આપવુ. (૬) ગોત્ર,.
ઉંચ નીચ-પણું. (૯) આયુષ્ય.
અમુક કાળ સુધી કર્મનું રહેવું ભેગવવું, (૮) અંતરાય.
પિતાના સ્વભાવને જાણવામાં
જેટલે વખત બાકી હોય તેઉપર પ્રમાણે આઠ કર્મ પુદ્ગલ સાથે રહ્યાં હોય છે, તે કાર્મણ પુદ્ગલ કહેવાય અને જે તેની સ્થિતિમાં નથી તે સામાન્ય પુદ્ગલ કહેવાય. હવે આપણે જે સવાલ નિર્ણય કરવાનું છે, તે એ છે કે આત્મા કર્તા છે તે કેવી અપેક્ષાએ
અર્થ.